સિદ્ધપુરથી અંબાજી માર્ગ પર પદયાત્રીઓ માટે વિવિધ સંગઠનો દ્વારા સેવા કેમ્પનું આયોજન

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવી તાકાત મહેસાણા : જગત જનની જગદંબાનાં પાવન ધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મીની કુંભ મેળાનો પ્રારંભ થતા જ પાટણ જિલ્લામાંથી પસાર થતાં માર્ગો જય અંબેના જય ઘોષ સાથે પદયાત્રીઓથી ઉભરાયા હતા. પદયાત્રા સંધોએ ભક્તિસભર માહોલમાં અંબાજી જવા પ્રસ્થાન કર્યું હતું. ભાદરવી પૂનમના મેળામાં જવા પદયાત્રિકો પાટણ, ઉંઝા તેમજ વિવિધ ગામોમાંથી સિધ્ધપુર થઈને પસાર થાય છે ત્યારે સિધ્ધપુર ધારાસભ્ય ચંદનજી ઠાકોરે સિદ્ધપુર સહિતવિવિધ કેમ્પો ની મુલાકત લીધી હતી.માઁ અંબા ની આરતી ઉતારી હતી સંઘો અંબાજી તરફ પ્રયાણ કરતા વાતાવરણ જગત જાણની જગદંબા ના રંગે રંગાયું હતું.

પાટણના જાણીતા બિલ્ડર અને અનેકવિધ ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક અને સેવાભાવી સંસ્થાઓ સાથે સંકળાયેલા અને ઉદાર હાથે દાન ફાળો આપતા ગોરધનભાઈ ઠક્કર ઉર્ફે બેબા શેઠ દ્વારા તેમના સૌજન્યથી આ વખતે ચોખ્ખા ઘીનો શીરો અને ગરમાગરમ મગની તેમજ પદયાત્રીકોને થાકમાં રાહત મળે તે માટે ગરમ પાણીની સુંદર સુવિધા ઉભી કરવામાં આવી હતી.

પાટણથી અંબાજી માર્ગ પર પાલનપુરથી 17 કિલોમીટર દૂર ગોળા ગામની નજીક પાટણ મિત્ર મંડળના ઉપક્રમે આ સેવા કેમ્પ ગોઠવવામાં આવ્યો જેમાં કેમ્પનો સમગ્ર ખર્ચ બેબા શેઠે કર્યો હતો. અહીં બેબા શેઠ તેમજ મિત્ર મંડળના યતીન ગાંધી, હેમંત તન્ના, ભરત પટેલ, ઘનશ્યામભાઈ સહિતના કાર્યકરો પણ પદયાત્રીકોની સેવામાં જોડાયા હતા

લાયન્સ લીઓ ક્લબ ઓફ પાટણ દ્વારા ભાદરવી પૂનમે અંબાજી જતા પદયાત્રિકો માટે કમલીવાડા ખાતે હાઇવે પર સેવા કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પમાં લાઈવ ઢોકળાનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લઇ અલગ ટેસ્ટની મજા માણી આનંદની લાગણી અનુભવી હતી. સંસ્થાના ઉત્સાહી કાર્યકરો દ્વારા લાઈવ ઢોકળા ઉપરાંત ચા, ડાયાબિટીસ ચેકઅપ તેમજ મીનરલ પાણીની તેમજ વિસામા સેવા પૂરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત યાત્રિકોને આરામ માટેની અને સવારે ચા સાથે ખારીની સેવા પૂરી પાડવામાં આવી હતી. બે દિવસ માટેના આ સેવા કેમ્પમાં મોટી સંખ્યામાં પદયાત્રીકોએ લાભ લીધો હતો. સંસ્થાના કાર્યકરોએ જહેમત ઉઠાવી પગપાળા અંબાજી જતા પદયાત્રીઓ ની સેવા કરી હતી.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.