ગરવી તાકાત બનાસકાંઠા : વાવ-થરાદ જિલ્લામાં ડ્રગ્સ અને પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે ‘ઓપરેશન સુદર્શન’ શરૂ કરવામાં આવ્યું આ ઓપરેશન અંતર્ગત અદ્યતન ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરીને સમગ્ર જિલ્લામાં સફળ કામગીરી કરવામાં આવી વાવ-થરાદ વિસ્તારમાં આંતરરાજ્ય સરહદ આવેલી જ્યાં રણ વિસ્તારના ગામડાઓ અને અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસની સતત હાજરી શક્ય નથી. આ વિશાળ વિસ્તારમાં દેખરેખ રાખવા માટે, બાતમીના આધારે વાવ-થરાદ પોલીસે ડ્રોન દ્વારા સર્વેલન્સની વ્યવસ્થા ઊભી કરી.

જે વિસ્તારોમાં દેશી દારૂ ગાળવાની ભઠ્ઠીઓ હોય અથવા અન્ય કોઈ અસામાજિક પ્રવૃત્તિઓ ચાલતી હોય, ત્યાં ડ્રોન દ્વારા નજર રાખીને બાતમીના આધારે તાત્કાલિક પોલીસ કાર્યવાહી કરવામાં આવે આ અભિયાન હેઠળ દિયોદર પોલીસ સ્ટેશનના રવેલ જુના, ધુણસોલ ગામે, આગથળા પોલીસ સ્ટેશનના ખેરોલા ગામે, વાવ પોલીસ સ્ટેશનના સપ્રેડા, ચાંદરવા ગામે, સુઈગામ પોલીસ સ્ટેશનના મોરવાડા ગામે, થરાદ પોલીસ સ્ટેશનના ડોડગામ ગામે અને ભાભર પોલીસ સ્ટેશનના ભાભર ટાઉનમાં પ્રોહિબિશન રેડ કરવામાં આવી.

આ પ્રોહિબિશન રેડ દરમિયાન વાવ-થરાદ જિલ્લા પોલીસ દ્વારા કુલ 7 આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ 7 ગુનાઓ નોંધી કાર્યવાહી કરવામાં આવી પોલીસે દેશી દારૂ ગાળવાનો વોશ 3262 લિટર (કિંમત ₹ 81,550), દેશી દારૂ 12 લિટર (કિંમત ₹2,400) અને વિદેશી દારૂની ૭૬ બોટલ (કિંમત ₹14,668) સહિત કુલ ₹98,618નો મુદ્દામાલ જપ્ત કર્યો જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું કે છેલ્લા બે દિવસથી ચાલી રહેલા આ અભિયાનમાં ૭ જેટલા તાલુકાઓમાં ડ્રોન દ્વારા વિવિધ પ્રોહિબિશનના કેસો કરવામાં આવ્યા અને દરેક તાલુકામાં સફળતા મળી આ કાર્યવાહીમાં કુલ 7 આરોપીઓની અટકાયત કરવામાં આવી અને ડ્રોનની મદદથી અંદાજે ₹98,000 મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો.



