ગરવી તાકાત મહેસાણા : કડી તાલુકાના ઈરાણા ગામે વ્યાજે લીધેલા પૈસાની ઉઘરાણી મામલે જમીન દલાલ યુવાનને હિસાબ કરવા બોલાવી ઢોર માર મારવાના ગુનામાં નંદાસણ પોલીસે એક આરોપીની હથિયારો અને ગાડી સાથે ધરપકડ કરી જ્યારે મુખ્ય સૂત્રધાર જયેશ રબારી સહિતને પકડવા ચક્રો ગતિમાન કર્યા ઇન્દ્રાડના વતની અને હાલ અમદાવાદ રહેતા જમીન દલાલ નિલ દેસાઈએ ઈરાણાના જયેશ છગનભાઈ રબારી પાસેથી રૂ.1 કરોડ વ્યાજે લીધા.

નિલે ટુકડે-ટુકડે રૂ.3 કરોડ ચૂકવી દીધા હોવા છતાં જયેશ રબારી વધુ રૂ.35 લાખ માગતો તાજેતરમાં જયેશ રબારીએ નિલને હિસાબ કરવા ઈરાણા સ્થિત તેના ફાર્મહાઉસ પર બોલાવી ગોંધી રાખી ઢોર માર માર્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપી છોડી મૂક્યો આ બાબતે જયેશ દેસાઈ, રામનરેશ અને જીગર દેસાઈ તેમજ બીજા 6 શખ્સો સામે ફરિયાદ નોંધાઇ.
![]()
નંદાસણ પીઆઇ ઓ.પી. સિસોદિયાએ ટીમ બનાવી રામનરેશ જીતેન્દ્ર સિસોદિયાને ઝડપી પાડ્યો જ્યારે જયેશ રબારીના ફાર્મહાઉસમાં તપાસ કરતાં ફાર્મ હાઉસ અને ગાડીમાંથી લાકડીઓ, ધારિયા અને બિયર મળી આવ્યો પોલીસે હથિયારો અને ગાડી જપ્ત કરી, ફરાર જયેશ રબારી સહિતના આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી.


