ફાગણ સુદ પૂનમના બીજા દિવસે યાત્રાધામ શામળાજી ખાતે રંગોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી…

March 3, 2026

ગરવી તાકાત અરવલ્લી : ફાગણ સુદ પૂનમના બીજા દિવસે યાત્રાધામ શામળાજી ખાતે રંગોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી આ પવિત્ર અવસરે ભગવાન શામળિયાને ચાંદીની પિચકારી વડે વિવિધ રંગો છાંટીને રંગોત્સવ મનાવાયો જેમાં મોટી સંખ્યામાં ભક્તો પણ જોડાયા ચંદ્રગ્રહણના કારણે મંદિર વહેલી સવારે પાંચ વાગ્યે ખોલવામાં આવ્યું.

વહેલી સવારથી જ શામળિયાના દર્શન કરવા માટે ભક્તો ઉમટી પડ્યા દેવ ગદાદર શામળિયાને સોનાના આભૂષણોથી શણગારવામાં આવ્યા રંગોત્સવ નિમિત્તે મંદિરના પૂજારીઓ દ્વારા ચાંદીની પિચકારી વડે ભગવાન શામળિયાને રંગ છાંટવામાં આવ્યા આ ઉપરાંત, ભક્તો પર પણ રંગ છાંટવામાં આવ્યા.

અને ભક્તોએ પણ એકબીજાને કલર લગાવીને રંગોત્સવની ઉજવણી કરી વહેલી સવારથી જ ભક્તો મંદિરના ગર્ભગૃહમાં ભગવાનની ઝાંખી કરવા માટે ઊભા મંદિર પરિસરની બહાર પણ ભક્તોની લાંબી કતારો જોવા મળી આમ, યાત્રાધામ શામળાજીમાં ભારે શ્રદ્ધા અને ભક્તિપૂર્વક રંગોત્સવ ઉજવાયો.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0