કોરોનાના બે વરસ બાદ રવિવારે કડીમાં રામનવમીની 41 ની ભવ્ય શોભાયાત્રા નિકળશે

April 9, 2022

— ગજરાજની આગેવાનીમાં રથયાત્રા નિકળશે :

— વિશ્વ હિન્દુ પરિષદ આયોજીત રથયાત્રા બપોરે 3 કલાકે ગાયત્રી મંદિરથી પ્રસ્થાન કરશે :

ગરવી તાકાત મહેસાણા : કોરોના મહામારીના બે વરસ બાદ કડીમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તા.10 એપ્રિલને રવિવારે રામનવમીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે   વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ સમાજના સહકારથી તડામાર તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગજરાજની આગેવાનીમાં રામનવમી શોભાયાત્રા નિકળશે
કડી શહેરમાં રવિવારે ભગવાન રામજી  લક્ષ્મણ અને સીતાજી રથમાં બિરાજી નગરચર્યાએ નીકળી ભક્તોને  દર્શનો લાભ આપશે   કોરોના કારના બે વરસ બાદ કડી શહેરમાં 41મી રામનવમી શોભાયાત્રા નિકળનારી હોય લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ રામનવમી શોભાયાત્રા બપોરે 3 કલાકે કડીના કરણનગર રોડ ઉપર આવેલ ગાયત્રી મંદિરથી પ્રસ્થાન થશે
કડીમાં વિશ્વ હિન્દુ પરિષદ આયોજિત 41મી રામનવમીની શોભાયાત્રામાં શહેરના અગ્રગણ્ય નાગરીકો સાધુ સંતો ઉપસ્થિત રહેશે અને કડીના પનોતા પુત્ર અને  ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ,કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકી  વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાત પ્રદેશના પદાધિકારીઓની બજરંગદળ, દુર્ગાવાહિની પ્રેરક ઉપસ્થિતિ રહેશે આ શોભાયાત્રા સમગ્ર કડીના રાજમાર્ગો ઉપર પરિભ્રમણ કરી લોકોને દર્શનનો લાભ આપી રાત્રે 8 કલાકે કડી શહેરના મોટા તળાવ ઉપર આવેલ ઠાકોર રામજી મંદિરે આ શોભાયાત્રાની પૂર્ણાહુતિ થશે
41 મી રામનવમીની શોભાયાત્રામાં ભગવાનનો રથ  હાથી,ઘોડા, બેન્ડવાજા ટ્રેક્ટર,ઉંટલારી  અલગ અલગ વેશભુષા,વિવિધ ફ્લોટ સાથે નિકળશે  વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે  બે વરસ બાદ રામનવમીની શોભાયાત્રા નિકળનારી છે જેની કડી શહેરના નાગરિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને શોભાયાત્રાની સંપૂર્ણ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે  લોકોને રામનવમીની શોભાયાત્રામાં જોડાવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0