હાલમાં પ્લાસ્ટીકના કારણે પણ પ્રદુષણનુ પ્રમાણ વધી રહ્યુ છે. જેની વિવિધ અસરો માનવ જીવન પર પડી રહી છે. પ્લાસ્ટીકના વધુ પડતા ઉપયોગના કારણે માનવ જીવનના સ્વાસ્થ્ય ઉપર પણ ખરાબ અસરો પડી રહી છે. ત્યારે આ પ્લાસ્ટીકના વેસ્ટેજના નુકશાનથી અનેક લોકો માહિતાગાર નથી, ત્યારે કેટલાક લોકો પ્લાસ્ટીકના વેસ્ટેજનો સદઉપયોગ કરી વેસ્ટમાથી બેસ્ટ બનાવવાનો પ્રયાસ કરતા હોય છે. એવામાં પાટણની એક દંપતી આવો પ્રયોગ કરી પોતાના ઘરની સામે જ પ્લાસ્ટીકના વેસ્ટેજમાથી સરજ – મજાનો બગીચો બનાવ્યો છે.
પાટણ શહેરની શ્રીનગર સોસાયટીમાં રહેતા અને હાલ પીપીજી એકસપેરીમેન્ટલ હાઈસ્કુલમાં ચિત્ર શિક્ષક ઉપેન્દ્રભાઈ ગજ્જરે તેમની બિજલબેન ગજ્જર સાથે મળી પર્યાવરણ દિવસ નિમિત્તે પ્લાસ્ટીકના ખરાબ થયેલા વેસ્ટમાંથી સુંદર બગીચો બનાવ્યો હતો. આ દંપતીએ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વેસ્ટમાંથી બેસ્ટ બનાવી તેમની સામાજીક ફરજ નિભાવી હતી. જેનાથી અનેક લોકો પ્રેરીત થયા હતા.