હે ગુજરાત ના ખેડુતો ! બંદુકના ડરથી ફેલાયેલ શાંતી નહી, અમને ભરબજારનો શોર પસંદ છે !

શેર કરવા અહીં ક્લિક કરો.

જો બીલથી ખેડુતોને નુકશાન થવા જઈ રહ્યુ છે તો સરકાર આ મુદ્દે પોતાના કોર્પોરેટ મીત્રોને સોરી કેમ નથી કહી દેતી ?

કેન્દ્ર સરકારે પસાર કરેલા 3 કૃષી બીલના વિરોધમાં ખેડુતો દિલ્લી તરફ કુચ કરી રહ્યા હતા ત્યારે કેન્દ્ર સરકારે તેમને દિલ્લીની સરદહો પર રોકી રાખ્યા છે. પરંતુ ખેડુતો આ વખતે સરકારને ઝુકાવીને જ રહેશે એવો મુડ બનાવીને આવ્યા હોય એમ દિલ્લીની સરહદો ઉપર “અડે હૈ, દટે હૈ, ઔર ખડે હૈ”

આ આંદોલનમાં મોટા ભાગે હરીયાણા-પંજાબના ખેડુતોની સંખ્યા વધારે જોવા મળી રહી છે. જે સત્ય પણ હોય તો એ વાત નીરાશાજનક કહેવાય. કેમ કે કેન્દ્રએ લાગુ કરેલા કૃષી બીલથી માત્ર પંજાબ-હરીયાણાના જ ખેડુતોને નુકશાન થવા જઈ રહ્યુ છે? MSP અને કોન્ટ્રાક્ટ સીસ્ટમથી માત્ર તેમની સાથે જ સંભવિત અન્યાય થવાનો છે?

લોકતંત્રમા કોઈ વિવાદીત કાનુનનો વિરોધ કરવો એની વિરોધમાં ઉપવાશ પર બેસવુ એ જીવનની દૈનીક ક્રીયાઓ જેવુ ગણાય. પરંતુ વર્તમાન સરકાર ખેડુતોને તેમના હકોની પ્રેક્ટીસ કરતા પણ અટકાવી રહી છે.  સદનમાં સ્પષ્ટ બહુમતીના કારણે ચડેલો સત્તાનો નશો છે આ.

આ સરકારની ઈમારતના પાયા ખુબ જ નબળા લાગે છે એટલે જ તેમને ખેડુતોના આંદોલનથી ધરાસાઈ થઈ જવાનો ડર સતાવી રહ્યો છે.

ખેડુતો લોકતાંત્રીક ઢબે વિરોધ કરવા જઈ રહ્યા છે છતા પણ તેમને એવુ કરતા અટકાવી તેમની ઉપર લાઠી, ડંડા, ટીયર ગેસ, વોટર કેનનનો મારો કરી આંદોલનને કુચડવાનુ કામ થયુ હતુ. સરકારી દમનને સહન કરીને પણ ડીસેમ્બર મહિનાની ઠંડીમાં ખેડુતો દિલ્લીની સરહદો ઉપર ટેન્ટમાં રાત ગુજારી રહ્યા છે.

દિલ્લી ખાતે બીલને પાછા ખેંચવાની માંગ લઈને આવેલા ખેડુતોમાં દરેક ઉમરના લોકો જોવા મળી રહ્યા છે. જેમા 25- થી લઈ 80 વર્ષના બુજુર્ગ પણ સામેલ છે. આ ખેડુતો તેમના ફોલાદી ઈરાદા સાથે સરકાર સામે 2-2 હાથ કરી રહ્યા છે. તેમની આ લડાઈમાં અનેક સામાજીક સંસ્થાઓ, એનજીઓ અને હસ્તીઓ સમર્થન કરી રહી છે. પરંતુ ગુજરાતમાં પ્રસરેલી પ્રચુર શાંતી ઘોર નીરાષા ઉભી કરી રહી છે.

શુ ગુજરાતના ખેડુતો અને અન્ય રાજ્યોના ખેડુતોના દુખ – દર્દ 1 ના હોવા જોઈયે? ગુજરાત અને પંજાબના ખેડુતોના હીતો 1 નથી? દેશમાં જ્યારે લેબર-લો ને કમજોર કરવામાં આવ્યો ત્યારે એની અસર દરેક વર્કર ઉપર સમાન નહોતી પડી?

કોઈ પણ સ્થળે જેમ જેમ પુંજીવાદનો ઉદય થાય છે એમ એમ ક્લાસ કોન્ફ્લીક્ટ વધતુ જાય છે પરંતુ અહીયા એનાથી ઉલટુ જોવા મળી રહ્યુ છે.

આંદોલન કરી રહેલા ખેડુતો કહી રહ્યા છે કે આ બીલથી ખેડુતની હાલત ખેત-મજુર જેવી થશે ! જો કોઈ આવી સંભાવના કે આશંકાના વાદળો છવાયા છે તો ગુજરાતના ખેડુતો ક્યા સુધી ઘરમાં પડી રહી સરકારની ગાઈડલાઈન સોસીયલ ડીસ્ટન્સનુ શબ્દ સહ પાલન કરતા રહેશે?  આમ પણ સત્તાધારી પાર્ટી જ ક્યા તેમને પોતે બનાવેલા નીયમોનુ પાલન કરી રહી છે. ઉ.દા. બીહાર ઈલેક્શન,જેપી નડ્ડાની હૈદરાબાદમાં રેલી,સી.આર પાટીલનો ગુજરાત પ્રવાસ વિગેરે.
ટેલીવીઝન ચેનલો દ્વારા લોકોનુ ધ્યાન ભટકાવી કોરોના જેવા બીજા મુદ્દા ઉપર કેન્દ્રીત થાય એવા પ્રયાસો થઈ રહ્યા છે જેમાં તેઓ મહદઅંશે સફળ પણ થયા છે. પરંતુ ગુજરાતના ખેડુતો ઈચ્છે તો સત્તાધારી પાર્ટીની રેલીઓના ઉદા આપી રસ્તાઓ ઉપર ઉતરી શકે છે. જેવી રીતે દિલ્લીમાં ખેડુતો જોવા મળી રહ્યા છે.
ખેડુતો તેમના જ હક્ક અધીકાર માટે બહાર નથી આવી રહ્યા જેના ઉપરથી લાગી રહ્યુ છે કે આ લોકો હજુ સુધી ગુલામી માનશીકતામાંથી બહાર નથી નીકળી શક્યા. પહેલા રાજાઓની,પછી અંગ્રેજોની ત્યાર બાદ આવી સરકારોની. આમ પણ ખેડુતોને જે જે હક્ક-અધીકાર મળ્યા છે એ તેમને એમજ બેઠે બેઠે મળી ગયા હતા. જેમા તેમને ખેેતરના માલીક બનાવવાના હોય, કે પછી જે વાવે એની જમીન હોય કે પછી જમીનના પટ્ટા ફાળવવાના હોય. ટુંકમા રસીયામાં થયેલ સર્વહારા ક્રાન્તીની અસર આખા વિશ્વમાં થઈ જેનો ફાયદો ભારતના ખેડુતોને પણ થયો.
એક વાતને ગાંઠ મારી લો કે ખેડુતો (વર્કરો) અને ઉધોગપતીઓના હીત ક્યારેય 1ના હોઈ શકે એટલે એમા સંઘર્ષ હમ્મેષા રહેવાનો. પરંતુ આપણા દેશ અને ખાસ કરી ગુજરાતમાં આ સંઘર્ષ એકતરફી છે. પુંજીવાદીઓ તેમના હીતોને સાધવા સતત પ્રયત્નશીલ છે. જેમા તેઓ તેમની રાજનીતીક શક્તિઓનો ઉપયોગ કરી એમની તરફમાં નીતીઓ બનાવરાવી રહ્યા છે. કૃષી બીલની સાથે સાથે લેબર બીલ પણ આવ્યુ હતુ એને પણ યાદ કરી લેવા જેવુ છે. વર્તમાન સરકારે લેબર-લો ને ચેન્જ કરી તમામ વર્કરોના હક્ક છીનવી લીધા તથા સામે વર્કરોને સંબધીત પ્રાઈવેટ સેક્ટરને અબાધીત શક્તિઓ સોંપવામા઼ં આવી . નવા લેબર લો અનુસાર કોઈ પણ કંપની તેમના વર્કરોને ગમે ત્યારે દફા કરી શકે છે. જેથી કહી શકાય કે એલીટ ક્લાસ કોઈ પણ કાળે સર્વહારાનુ હીત ના વિચારી શકે. જો આ વાતમાં દમ નથી તો કેમ ઈન્ડસ્ટ્રીયાલીસ્ટ્સ તેમની વગનો દુરઉપયોગ કરી સર્વહારા સમાજને એક પ્રકારના ગુલામ જ બનાવી દેવાના પ્રયાસોમાં રહે છે? કામના કલાકો 8 થી કેમ વધારી દેવામાં આવ્યા ? વર્કર સમ્માનજનક જીંદગી જીવી શકે એટલો પગાર એમને ક્યા આપવામાં આવે છે.
આ સરકાર કોર્પોરેટ સેક્ટરના હીતો માટે કામ કરી રહી છે. જે જગજાહેર હોવાથી તેને ઉદાહરણો આપી સમજાવવાની જરૂર નથી. તેઓ એટલે જ આ કોર્પોરેટ કૃષી બીલ લઈને આવ્યા છે. પરંતુ, શુ ગુજરાતના ખેડુતોએ પણ કોર્પોરેટ હાઉસોની ગુલામી સ્વીકારી લીધી છે, કે પછી આ સરકાર દ્વારા થતો બોમ્બ બાર્ડીગ પ્રચારના ભ્રમમાં ગુજરાતના ખેડુતો પોતાનો વિવેક ગુમાવી ચુક્યા છે ?
ગુજરાતના ખેડુતો પાસેથી જમીનો લઈ ટાટા-અદાણી-વાઈબ્રન્ટ ગુજરાતના નામે કોર્પોરેટને સોંપવામાં આવી હતી. જેના બદલામાં અનેક રોજગાર આપવાનો વાયદો થયો હતો, એમાના કેટલાને કાયમી નોકરી મળી? પ્રાઈવેટ સેક્ટરમાં કાયમી નોકરીઓ મળી હોત તો સરકારને વારંવાર ગાંધીનગર ખાતે વિવિધ ભરતીયો માટે વિધાર્થીઓના આંદોલનનો સામનો કરવો પડત ?

ખેડુતો નજીકનો ઈતીહાસ પણ યાદ કરી લે તો પણ પીક્ચર ક્લીયર થઈ જાય

ગુજરાતમાં પાક વિમા મામલે પણ ખેડુતોને કરોડોનુ નુકશાન અને કોર્પોરેટને કરોડોનો ફાયદો.

ગુજરાતમાં કરવામાં આવેલી જમીન માપણીમાં 100 માથી 100 ટકા કૌભાંડ થયુ. એની સજા ખેડુતો હજુ સુધી ભોગવી રહ્યા છે. એ જમીન માપણીનુ નીરાકરણ હજુ સુધી નથી આવ્યુ. ખેડુતો માપણી ફી ભરી પ્રાઈવેટ કંપનીઓએ કરેલી ભુલોને પોતાના ખર્ચે સુધરાવી રહ્યા છે. આ બાબતે ખેડુતોની આહ… પણ નથી સંભળાઈ.

લોકોના આવા વલણથી અહીની સરકાર નિરંકુષ બની ગઈ છે અને મનફાવે એવા કાનુન પસાર કરી જનતાની ઘાતકી મજાક ઉડાવી રહી છે.

બેક ટુ ફાર્મર પ્રોટેસ્ટ, સરકાર આ મામલે ખેડુતોની માંગને, એમની સમષ્યાનુ નીરાકરણ લાવવાને બદલે એમ કહી રહી છે કે આંદોલન કરનારા ખેડુતો ભ્રમીત છે.

ડીક્ટેટર સરકારો તો ઈચ્છે જ છે કે, તેઓ ગમે તેવા બીલ પસાર કરે એનો વિરોધ ના થાય, ગમે તેટલો ટેક્ષ વધારે જનતા એને રાજી-ખુશીથી ભરે. ગરીબી, ભુખમરી, બેરોજગારી, બીમારીથી ગમે તેટલી તકલીફો પડે જનતા તેને સહન કરે, પરંતુ કોઈ અવાજ ના ઉઠવો જોઈયે !!!
આપણે આવી રીતે સત્તાની આકાંક્ષાઓને પુરી કરતા રહ્યા તો 1 દિવસ લોકતંત્ર ગુમાવી દઈશુ !
મારી વાતને વિરામ મશહુર શાયરીથી કરીશ જેના શાયરને સત્તાની મુખાલ્ફતના કારણે જીંદગીના અનેક વર્ષો જેલમાં જ વિતાવવા પડ્યા હતા.
દીપ જીસકા મહલ્લાત હી મે જલે,
ચંદ લોગો કી ખુશિયો કો લેકર ચલે,
વો જો સાયે મે હર મસ્લહત કે પલે.
એસે દસ્તુર કો સુબ્હે-બે-નુર કો
મે નહી માનતા,મૈ નહી જાનતા.
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.