ગરવી તાકાત કાંકરેજ : હાલમાં છેલ્લાં એક સપ્તાહથી ગરમીનું પ્રમાણ વધતા સમગ્ર સજીવ સૃષ્ટિ ગરમીથી ભારે આકુળ વ્યાકુળ છે ત્યારે. હાલમાં કાંકરેજનાં ખીમાણા ગામે તળાવ પાણી વિહોણુ બનતાં માત્ર એકજ નાનકડાં ખાબોચિયામાં જળચર જીવ માછલીઓ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ પોતાનો જીવ બચાવવાં તરફડી તરફડીને મોતના
મુખમાં ધકેલાઈ રહી છે. અને છેલ્લાં એક સપ્તાહમાં અહીં અસંખ્ય માછલીઓનાં મોત થતાં અત્રે આ દર્દનાક દ્રશ્ય જોઈ કઠોર હૃદયનાં માનવીના કાળજા પણ કંપી રહ્યાં છે
મુખમાં ધકેલાઈ રહી છે. અને છેલ્લાં એક સપ્તાહમાં અહીં અસંખ્ય માછલીઓનાં મોત થતાં અત્રે આ દર્દનાક દ્રશ્ય જોઈ કઠોર હૃદયનાં માનવીના કાળજા પણ કંપી રહ્યાં છેજોકે હાલમાં ખીમાણા જૈન સંઘ ધ્વારા ટ્રેક્ટર ધ્વારા ટેન્કર મારફતે તળાવમાં ચાર થી પાંચ ટેન્કર પાણી નાખી માછલીઓને બચાવવાં માટેના પ્રયાસો હાથ ધરી જીવદયાની ઉમદા અને પ્રસંસનિય કામગીરી કરવામાં આવી છે. પરંતુ અત્રે લોકોમાંથી ઉગ્ર માંગ ઉઠવા પામી છે કે સત્વરે આ અબોલ મૂંગા નિર્દોષ જીવોને જીવતદાન મળે તેનાં માટે થઇ નર્મદાની પાઇપ લાઈનનું પાણી ચાલુ કરી ખીમાણાનાં તળાવમાં છોડવામાં આવે તે આવશ્યક છે. અને જીવદયા એજ સાચી પ્રભુ સેવાના મંત્રને સાર્થક કરવામાં સજાગતા દાખવી માનવતા માનવતા મહેકવી સાચા અર્થમાં માનવધર્મ નિભાવે અને મૂંગા જીવોની જિંદગી બચાવવાં સત્વરે તળાવમાં નર્મદાની પાઇપ લાઈનનું પાણી છોડે તે જરૂરી છે….
તસવિર અને આહેવાલ : માનસિંહ ચૌહાણ – કાંકરેજ


