થરા કોલેજમાં એન.એસ.એસ. દ્ધારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વકતૃત્વ સ્પર્ધા યોજાઈ

April 21, 2022
ગરવી તાકાત કાંકરેજ : કાંકરેજ તાલુકા કેળવણી મંડળ સંચાલિત શ્રી એસ.એ. સુરાણી વિદ્યાસંકુલ, શ્રીમતી કે.કે. શાહ આર્ટ્સ એન્ડ શ્રીમતી એલ.બી. ગુંજારીયા કોમર્સ કોલેજ થરામાં NSS  વિભાગ દ્વારા એચ.પી.એલ તેમજ પી.સી.આર.એ દ્વારા હરિત અને સ્વચ્છ ઊર્જા જાગૃતિ નિમિત્તે તા. ૨૧/૦૪/૨૦૨૨ ના રોજ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વકતૃત્વ સ્પર્ધા અંગેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
હરિત અને સ્વચ્છ ઊર્જા, હાઇડ્રોજન ઇંધણ નો ભવિષ્ય માં ઉપયોગ* જેવા વિવિધ વિષય ઉપર વકતૃત્વ સ્પર્ધા ના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં કોલેજના પ્રિન્સીપાલ ડૉ.ડી.એસ. ચારણ, ડૉ.હરેશ દવે, પ્રા. જીલબેન શાહ,પ્રા. પ્રજ્ઞેશભાઈ પરમાર,પ્રા.સુરેશભાઈ દેસાઈ,પ્રા.અશ્વિનભાઈ જોષી, પ્રા.કૌશલભાઇ દેસાઈ, પ્રા. અનીતાબેન નાયી કાર્યક્રમમાં ઉપસ્થિત રહી નિર્ણાયક ની ભૂમિકા ભજવી હતી. ડૉ.હરેશભાઈ દવે દ્વારા  વિવિધ સ્પર્ધામાં વિદ્યાર્થીઓ ને ભાગ લેવા પ્રેરવામાં આવ્યા હતા. જેમાં કોલેજના  વિદ્યાર્થી,NSS વોલેન્ટીયર એ હાજરી આપી હતી.
પ્રોગ્રામ માં પ્રા. ગૌરવભાઈ શ્રીમાળી દ્ધારા વિદ્યાર્થીઓને વિવિધ સ્પર્ધામાં કેવી રીતે ભાગ લેવો તે અંગે વિગતે માર્ગદર્શન આપ્યું હતું.કાર્યક્રમ માં એન.એસ.એસ ના સ્વયંસેવકો  બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન એન.એસ.એસ પ્રોગ્રામ ઓફિસર પ્રા.ગૌરવભાઇ એ શ્રીમાળી એ કર્યું હતું.
તસ્વીર અને અહેવાલ : માનસિંહ ચૌહાણ કાંકરેજ 
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0