સુપ્રીમ કોર્ટે પણ અરજદારોની રજૂઆતને સમર્થન આપ્યું હતું
ગરવી તાકાત, તા. 06 – બેંકમાંથી લોન લેનાર વ્યક્તિઓ લોન ચૂકવવામાં નિષ્ફળ જાય ત્યારે તેવા દેવાદારોને બેંક ડિફોલ્ટર તરીકે જાહેર કરે છે. બેંક દ્વારા આરબીઆઇની જાેગવાઈ પ્રમાણે તે વ્યક્તિને ડિફોલ્ટર જાહેર કરવામાં આવે છે. પરંતુ નાણાં પરત ચૂકવવામાં અસમર્થ વ્યક્તિને રજૂઆત કરવાની તક અપાતી નથી.

આ સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા વિરુદ્ધ રાજેશ અગ્રવાલના કેસમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ડિફોલ્ટરની ગાઈડલાઈનને ચેલેન્જ કરવામાં આવી હતી. બચાવ પક્ષ તરફથી રજૂઆત કરાઈ હતી કે, કોઈ વ્યક્તિને ડિફોલ્ટર તરીકે જાહેર કરવો અને તેને રજૂઆતની એક તક પણ ન આપવી તે રૂલ ઓફ નેચરલ જસ્ટિસની વિરુદ્ધ છે.વ્યક્તિને ડિફોલ્ટર જાહેર કરવાથી તેને અન્ય લોન મળતી નથી. કંપનીના પ્રમોટરને પણ તેની અસર પડતી હોય છે.
આથી વ્યક્તિને ડિફોલ્ટર જાહેર કરતા પહેલા તેને સાંભળવાની એક તક આપવી જાેઇએ. બની શકે કે ખરેખર વ્યક્તિ નાણાંકીય કટોકટીમાં ફસાયો હોય, તેને હકીકતમાં તકલીફ હોય. સુપ્રીમ કોર્ટે પણ અરજદારોની રજૂઆતને સમર્થન આપ્યું હતું. અત્યાર સુધી બેંકો આરબીઆઇની ગાઈડલાઈન પ્રમાણે દેવાદારને સાંભળવાની કોઈ જાેગવાઈ ના હોવાથી ડિફોલ્ટર જાહેર કરતી હતી. હવે વ્યક્તિને ડિફોલ્ટર જાહેર કરતા પહેલા એક વાર સાંભળવી પડશે. મોટી કંપનીઓને તેની અસર થશે. આ ઉપરાંત આરબીઆઇની ગાઈડલાઈન પ્રમાણે ડિફોલ્ટનો જે ફોરેન્સિક રિપોર્ટ કરવામાં આવે છે. તે પણ દેવાદારને આપવો જાેઈએ. ડિફોલ્ટર વ્યક્તિ અંગે બેંકે તરત લો એન્ફોર્સમેન્ટ એજન્સીને જાણ કરવાની રહે છે, જે સીબીઆઇ છે.


