પાલનપુર તાલુકાના બાદરપુરા ગામની ફેકટરીમાં ફુડ વિભાગે 1280 કિલો લાલ ચટણીનો જથ્થો સીઝ કર્યો
ફાસ્ટ ફુડમાં લાલ ચટણી વડાપાવ દાબેલી અને અન્ય નાસ્તામાં પણ વપરાતી હોય છે
ગુજરાતમાં મોટા ભાગની ખાદ્ય સામગ્રીમાં ભેળસેળની સંભાવના, રાજકોટમાંથી શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપાયો હતો
ગરવી તાકાત, પાલનપુર તા. 05- પાલનપુર તાલુકાના બાદરપુરા ગામે ફૂડ વિભાગે બેકરીની દુકાનમાં રેડ કરી અને લાલ ચટણી નો જથ્થો સીઝ કર્યો હતો. જોકે આ બેકરીમાં અન્ય ગંદકીની ને બાબતો જણાઈ આવી હતી જેને લઇને ફૂડ વિભાગ બેકરી માલિકને નોટિસ પણ ફટકારશે.

બનાસકાંઠા ફૂડ અને સેફટી વિભાગે બાદરપુરા ખાતે આવેલી બેકરીમાં તપાસ હાથ ધરી હતી અને જેમાં વડાપાઉં અને દાબેલીમાં ઉપયોગમાં લેવાતી લાલ ચટણીના ૧૨૮૦ કિલોના જથ્થાને સીજ કર્યો હતો. ૬૪ હજારનો મુદ્દા માલ સાથે ફૂડ વિભાગે કાર્યવાહી કરી હતી મોટેભાગે આ લાલ ચટણી વડાપાવ દાબેલી અને અન્ય નાસ્તામાં વપરાતી હોય છે ત્યારે ખૂબ મોટા પાયે બેકરીના માલિક દ્વારા સમગ્ર જિલ્લામાં આ લાલ ચટણીની વેચાણ થતું હતું અને ફૂડ વિભાગે બાતમીને આધારે રેડ કરી હતી અને જથ્થો સીઝ કર્યો હતો
જ્યારે બેકરીમાં અન્ય પણ ગંદકીની બાબતો પણ જણાઈ આવી હતી જેને લઈને થોડી વાગે ઇમ્પ્રુવમેન્ટ નોટિસ પણ આપવાની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે ખાદ્ય પદાર્થોમાં મોટા પ્રમાણમાં એવી લાલ ચટણીને બાબતે કાર્યવાહી કરી અને મૂળ વિભાગે અત્યારે તો જથ્થો ચીજ કરી અને તેના સેમ્પલ એફએસએલમાં મોકલ્યા છે જોકે એફએસએલ માંથી રિપોર્ટ આવ્યા બાદ દંડકી અને કાયદાકીય કાર્યવાહી ફુડ વિભાગ કરશે.


