અમૂલ દૂધમાં લીટરના ભાવમાં 3 રુપિયાનો વધારો ઝીંકી દીધો
ગુજરાત સિવાય દેશભરમાં અમુલ દૂધના ભાવમાં વધારો
અમૂલ દૂધ અને અને અમૂલ મસ્તી દહીના ભાવમાં વધારો ઝીંકાયો
ગરવી તાકાત, મહેસાણા તા. 03- દેશમાં મોંઘવારીનો ગ્રાફ એક પછી એક વિવિધ ચીજવસ્તુઓના ભાવમાં સતત વધારો ઝીંકાતો જોવા મળી રહ્યો છે જેનો માર આમ આદમીને પડી રહ્યો છે. જેમાં આજે દેશમાં અમૂલ દૂધની સાથે સાથે અમૂલ મસ્તી દહી અને છાશના ભાવમાં પણ વધારો ઝીંકાયો છે. નવા ભાવ અનુસાર, અમૂલ જીરા છાશના પાઉચમાં 1 રૂપિયાનો વધારો કરાયો છે. તો અમૂલ મસ્તી દહીંના પાઉચમાં 2 રૂપિયાનો વધારો કરાયો છે. અમૂલના દૂધ, દહીં અને છાશની કિંમતોમાં વધારો ઝીંકી દેવાયો છે. 
જો કે હાલ પુરતાં ગુજરાતમાં અમૂલ દૂધના ભાવમાં વધારો લાગુ કરવામાં આવ્યો નથી. અમૂલે ગુજરાતના ગ્રાહકોને શુક્રવારે મોટો ઝટકો આપ્યો છે. આજે અમુલે દહીંના ભાવમાં પણ વધારો ઝીંક્યો છે. અમૂલે મસ્તી દહીના ભાવમાં ત્રણ રૂપિયાનો વધારો કર્યો છે. આ સાથે અમૂલે વિવિધ પ્રકારના દહીના નવા ભાવ જાહેર કર્યાં છે.
અમુલ મસ્તી દહીં 1 કિલો પાઉચ જૂનો ભાવ 69 રૂપિયા હતો જે અમુલ મસ્તી દહીં 1 કિલો પાઉચ નવો ભાવ 72 રૂપિયા કરાયો. જ્યારે અમુલ મસ્તી દહીં 400 ગ્રામ પાઉચ જૂનો ભાવ 32 રૂપિયા જે અમુલ મસ્તી દહીં 400 ગ્રામ પાઉચ નવો ભાવ 34 રૂપિયા કરાયો. જ્યારે અમુલ મસ્તી દહીં 200 ગ્રામ પાઉચ જૂનો ભાવ 17 રૂપિયા હતો જે અમુલ મસ્તી દહીં 200 ગ્રામ પાઉચ નવો ભાવ 18 રૂપિયા કરાયો છે. 
નાગરિકોને મોંઘવારીનો વધુ એક ઝટકો લાગે તેવા સમાચાર શુક્રવારે સવારે અમૂલે આપ્યા છે. અમૂલે દૂધના ભાવમાં વધારો કર્યો છે. ઉલ્લેખનીય છે કે, આજે અમૂલે ગુજરાત સિવાયના રાજ્યોમાં દૂધના ભાવમાં તોતિંગ વધારો ઝીંકાયો છે. ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ દ્વારા જાહેરાત કરવામાં આવી કે, અમૂલે અમૂલ પાઉચ મિલ્ક (તમામ વેરિઅન્ટ) ના ભાવમાં પ્રતિ લિટર રૂ. 3નો વધારો કર્યો છે. આ ભાવ વધારો ગુજરાત સિવાયના રાજ્યોમાં લાગુ પડશે.
અમૂલ તાજા અડધો લીટર દૂધ 27 રૂપિયામાં મળશે. જ્યારે કે તેના 1 લિટર પેકેટની કિંમત 54 રૂપિયા થશે.
અમૂલ ગોલ્ડ એટલે કે ફુલ ક્રીમ દૂધનું અડધો લીટર પેકેટ હવે 33 રૂપિયામાં મળશે, જ્યારે કે તેનું 1 લીટર માટે 66 રૂપિયા આપવા પડશે. અમૂલ ગાય એટલે કે અમૂલ કાઉ મિલ્કની અડધો લીટરની કિંમત 28 રૂપિયા કરાઈ છે, જ્યારે કે તેના 1 લિટર માટે 56 રૂપિયા ચૂકવવા પડશે. અમૂલ ए2 બફેલો મિલ્કની અડધા લિટર કિંમત 35 રૂપિયા થશે, તો તેની એક લીટરની કિંમત 70 રૂપિયા કરાઈ છે.
ઉલ્લેખનીય છે કે, ગત 1 ડિસેમ્બરના રોજ દૂધ વિક્રેતા કંપની મધર ડેરીએ દિલ્હી-એનસીઆર વિસ્તારમાં વેચાતા દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો કર્યો હતો. મધર ડેરીએ ગત વર્ષે પાંચ વાર દૂધના ભાવમાં વધારો ઝીંક્યો હતો. ત્યારે હવે નવા વર્ષમાં અમૂલે ભાવ વધારો કરીને ગ્રાહકોને ચોંકવ્યા છે.


