કેદારનાથ-બદરીનાથ ધામમાં રજીસ્ટ્રેશન વિના એન્ટ્રી નહીં, આજથી નોંધણી શરૂ

February 21, 2023

વેબસાઈટ, ટોલ ફ્રી નંબર, વોટસએપ નંબર અને મોબાઈલ એપ પર શ્રદ્ધાળુ રજીસ્ટ્રેશન કરાવી શકશે

ગરવી તાકાત, તા.21 : કેદારનાથ અને બદરીનાથ ધામ યાત્રા માટે આજથીજ રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને રજીસ્ટ્રેશન વિના શ્રદ્ધાળુઓને પ્રવેશ નહીં મળે. આજથી જ વેબસાઈટ, ટોલ ફ્રી નંબર, વોટસએપ નંબર પર રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. શ્રદ્ધાળુ મોબાઈલ એપ પર પણ રજિસ્ટ્રેશન કરાવી શકશે. હાલ પ્રથમ તબકકામાં માત્ર કેદારનાથ અને બદરીનાથ ધામ માટે જ રજીસ્ટ્રેશન થશે.

પ્રથમ નવરાત્રના દિવસે ગંગોત્રી અને યમુનોત્રી ધામના કપાટ ખુલવાનો સમય નકકી થતા જ ચારેયધામ માટે પુરી સંખ્યામાં રજીસ્ટ્રેશન શરૂ થઈ જશે, ત્યાં સુધી કેદારનાથ ધામમાં દરરોજ 9 હજાર અને બદરીનાથ ધામમાં 10 હજાર શ્રદ્ધાળુ રજીસ્ટ્રેશન કરાવી શકશે. ચારેય ધામોના રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થતા જ બદરીનાથ ધામમાં 18 હજાર, કેદારનાથ ધામમાં 15 હજાર, ગંગોત્રીમાં 9 હજાર અને યમુનોત્રી ધામ માટે 5500 શ્રદ્ધાળુઓ દરરોજ દર્શન અનુસાર રજીસ્ટ્રેશન કરાવી શકશે.

હોટેલ એસો.નો વિરોધ: બીજી બાજુ ચારેય ધામોમાં આવેલા હોટેલ એસોસીએશનના પ્રતિનિધિઓએ ચારધામ યાત્રા માટે ફરજીયાત કરેલ રજીસ્ટ્રેશન સીસ્ટમ બંધ કરવાની માંગ કરી છે. આ સીસ્ટમથી શ્રદ્ધાળુઓની સંખ્યા સીમીત થઈ જાય છે.સીએમ ચારધામ યાત્રાની તૈયારીની કરશે સમીક્ષા: ચારધામ યાત્રાની તૈયારીઓની સીએમ પુષ્કર ધામી આજે સમીક્ષા કરશે.

ચાર ધામની  યાત્રા કરવા માટે કેવી રીતે રજીસ્ટ્રેશન કરશો
કેદારનાથ ધામ અને બદરીનાથ ધામમાં યાત્રા માટે શ્રધ્ધાળુઓએ અગાઉથી રજીસ્ટ્રેશન કરાવવુ ફરજીયાત છે.શ્રધ્ધાળુઓ વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરાવી શકશે. વોટસએપ નંબર 83948 33833 પર જઈને પણ નોંધણી કરાવી શકશે. ટોલ ફ્રી નંબર 01351364 સાથે મોબાઈલ એપ ડાઉનલોડ કરીને પણ રજીસ્ટ્રેશન કરાવી શકાશે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0