વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાતની મુલાકાતે આવ્યા છે. તા.11 માર્ચે તેમણે એરપોર્ટથી કમલમ સુધી એક રોડ શૉ કર્યો હતો. એ પછી તેમણે પક્ષના નેતાઓ, આગેવાનો, ધારાસભ્યો તથા સાંસદ સાથે એક બેઠક યોજી હતી. જેમાં ચૂંટણીલક્ષી વ્યૂહરચના નક્કી કરવામાં આવી હતી.જોકે, બેઠક પૂરી થતા પૂર્વમંત્રી નીતિન પટેલ હસતા હસતા બહાર આવ્યા હતા.
— પણ જ્યારે એમને પૂછવમાં આવ્યું કે, અંદર શું થયું ત્યારે તેમણે જવાબ દેવાનું ટાળ્યું છે:
ગરવી તાકાત ગાંધીનગર: પૂર્વમંત્રી નીતિન પટેલ સાથે પૂર્વ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ જોવા મળ્યા છે. આ તમામ ભાજપના મોટા કહેવાતા નેતાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે ટોપી પહેરી હતી એવી ટોપી પહેરી હતી. માત્ર નીતિન પટેલ જ નહીં પણ જીતુ વઘાણી પણ હસતા હસતા બેઠકમાંથી બહાર આવ્યા હતા.જ્યારે નીતિન પટેલને ઈન્ટરવ્યૂ માટે પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે, ના…મારો નહીં… મારો નહી. આ પછી જ્યારે હાલમાં શિક્ષણમંત્રી રહેલા જીતુ વાઘાણીને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે પણ ડોકું ના કરવામાં ધુણાવ્યું હતું.
પછી ભાજપના કહેવાતા મોટા નેતા બે હાથ જોડીને બહાર નીકળી ગયા હતા. આ માહોલ વચ્ચે જામનગરના સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે, કોરોના વાયરસના કપરા કાળને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી શક્યા ન હતા. એટલે માત્ર કાર્યકર્તાઓને મળવા માટે, ગુજરાતમાં આવી દરેક કાર્યકર્તાઓને પ્રોત્સાહિત કરી માત્ર મળવાની એમની લાગણી હતી. એટલા માટે જ તેઓ અહીં આવ્યા હતા. પણ કોઈ નેતાઓએ ચૂંટણીલક્ષી મુદ્દાઓ કે અપાયેલા આદેશ અંગે બોલવાનું ટાળ્યું છે. જોકે, ભાજપના એક નેતા-પ્રદેશ અધ્યક્ષ મહેન્દ્રસિંહે કહ્યું કે, આ માત્ર કાર્યકર્તાઓને મળવા માટેનો કાર્યક્રમ હતો. જેમાં આનંદ આવ્યો.
જોકે, ગુજરાતમાં ગમે ત્યારે ચૂંટણી આવી શકે છે. એ પછી કોઈ સમય કે ચૂંટણીલક્ષી વ્યૂહરચનાઓ વિશે કોઈ બોલવા તૈયાર ન હતું. જોકે, ભાજપના આગેવાનો એ જણાવ્યું કે, આ કોઈ ચૂંટણીલક્ષી કાર્યક્રમ ન હતો. જોગાનુજોગ કાર્યક્રમ હતો. વડાપ્રધાન મોદીએ કોઈ પ્રકારનો સંદેશ આપ્યો નથી. માત્ર ચાર રાજ્યમાં વિજય થયા એની શુભેચ્છાઓ પાઠવી છે. જોકે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ મુલાકાતને રાજકીય દ્રષ્ટિકોણના હેતુથી જોવામાં આવે છે. અમિત શાહ તા.12 માર્ચના રોજ દાંડીયાત્રા દિવસ નિમિતે કોચરબ આશ્રમ પણ જવાના છે.