દિગ્ગજ નેતા નીતિન પટેલને ઉત્તરાખંડ-યુપીના પાંચ ક્લસ્ટર અભિયાનની જવાબદારી સોંપાઈ છે
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને દિલ્લીની જવાબદારી અપાઈ છે
ગરવી તાકાત, મહેસાણા તા. 30- ઉત્તર ગુજરાતના પાટીદાર સમાજમાં નિતીનભાઇ પટેલ અનોખી નામના ધરાવે છે. ઉત્તર ગુજરાતમાં નિતીન કાકાનું ભારે વર્ચસ્વ રહેલું છે. લોકસભાની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી ઉત્તર ગુજરાતના પાટીદારોએ નિતીન કાકા માટે હરહંમેશ તત્પરતા દર્શાવી છે. જેમાં ખાસ મહેસાણા જિલ્લો મહત્વનો ગઢ રહ્યો છે. મહત્વનું છે કે, વિધાનસભાની ટિકીટ નિતીન કાકાને ન મળતાં રાજકિય ચર્ચાઓમાં નિતીન કાકાને હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યાં હોવાનો વેગ પકડ્યોં હતો. જો કે નિતીન કાકાની કેન્દ્રની નેતાગીરીએ નોંધ લઇ તેઓને લોકસભાની ચૂંટણીમાં ઉત્તરાખંડ અને યુપીમાં મોટી જવાબદારી સોંપવામાં આવી છે.

ગુજરાતના રાજકારણમાં જ્યારે પણ મોટા નેતાઓના નામની ચર્ચા થાય ત્યારે નીતિન પટેલનુ નામ યાદીમાં ચોક્કસથી આવે છે. ગુજરાતમાં મોટાગજાના નેતા ગણાતા નીતિન પટેલ પાટીદારોના સ્ટ્રૉન્ગહોલ્ડ ગણાતા ઉત્તર ગુજરાતમાં પટેલ સમાજના મહત્ત્વના નેતા છે. આજે રાજકારણના મોટુમાથું ગણાતા 65 વર્ષીય નીતિન પટેલ હાલ પાર્ટીમાં હાંસિયામાં ધકેલાઈ ગયા છે. ક્યાંક ક્યાંક નિવેદનો આપતા જોવા મળે છે. પરંતું 30 વર્ષનો બહોળો રાજકીય અનુભવ ધરાવતા નીતિન પટેલની કારકિર્દી પૂર્ણવિરામ નહિ મૂકાય. કારણ કે તેમને પાર્ટીએ એક મોટી જવાબદારી સોંપી છે. એ પાટીદાર નેતા જેઓ ત્રણવાર મુખ્યમંત્રી બનતા રહી ગયા તેવા દિગ્ગજ નેતા નીતિન પટેલને ઉત્તરાખંડ-યુપીના પાંચ ક્લસ્ટર અભિયાનની જવાબદારી સોંપાઈ છે.


