અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડનની કેબિનેટમાં પસંદગી પામેલા ભારતીય મૂળના નીરા ટંડનની વ્હાઈટ હાઉસના વરિષ્ઠ સલાહકાર તરીકે વરણી કરવામાં આવી છે. અગાઉ જો બાઈડને તેમને મેનેજમેન્ટ અને બજેટ કાર્યાલયના નેતૃત્વ માટે પસંદ કર્યા હતા પરંતુ વિરોધના કારણે તેઓએ તેમણે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી.
નિરા ટંડનએ અગાઉ હીલેરી ક્લીન્ટરના પ્રથમ રાષ્ટ્રપતીના કેમ્પેઈનમાં પોલીસી ડાયરેક્ટરની ભુમીકા નિભાવી ચુક્યા છે. આ પહેલા તેઓ 2008 ના રાષ્ટ્પતી કેમ્પૈનમાં હીલેરી ક્લીન્ટનના લેજીસ્લેટીવ ડાયરેક્ટર હતા. આ સીવાય તેઓ ક્લીન્ટનના 2000 સેનેટ કૈેમ્પેઈનમાં ડેપ્યુટી કેમ્પેઈન મેનેજર પણ રહી ચુક્યા છે.
માર્ચમાં વ્હાઈટ હાઉસે રાષ્ટ્રપતિ જો બાઈડનના બજેટ કાર્યાલયમાં નીરા ટંડનને ડિરેક્ટર બનાવવાની ઉમેદવારીનો પ્રસ્તાવ પાછો ખેંચી લીધો હતો. બંને પાર્ટીઓમાં નીરાના નામ સામે જે વિરોધ જાગ્યો હતો તેને શાંત નહોતો પાડી શકાયો. નીરાએ પણ નામ પાછુ ખેંચવાની જાહેરાત કરી દીધી હતી કારણ કે તે ડેમોક્રેટિક અને રિપબ્લિકનો વચ્ચે પોતાની ઉમેદવારીની પૃષ્ટિ માટે જરૂરી મત એકઠા કરવામાં નિષ્ફળ રહ્યા હતા.