પાકિસ્તાનની જેલમાં સુત્રાપાડાના માછીમારનું મોત, મૃત્યુના ૧ મહીના પછી સમાચાર મળ્યા

January 18, 2022

ગીર સોમનાથના સુત્રાપાડામાં રહેતા માછીમાર જેન્તીભાઈ કરશન સોલંકી ૩ વર્ષ પહેલા પાકિસ્તાનની જેલમાં ગયા હતા અને તેમના મોતના સમાચાર હવે ૧ મહીના બાદ મળતાં પરિવાર ઉપર આભ તુટી પડ્યું છે. આ મૃતક માછીમારનો મૃતદેહ વાઘા બોર્ડરે ભારતીય ફિશરીઝ અધિકારીઓને સોંપવામાં આવશે. વાઘા બોર્ડરેથી અમદાવાદ એરપોર્ટ આ મૃતદેહને લાવીને વેરાવળ ના ફિશરીઝ અધિકારીઓને સોંપવામાં આવશે. અને બાદ મૃત દેહ તેમના પરીવારને સોપવામાં આવશે.
ત્રણ વર્ષ પહેલા પાકીસ્તાન જેલ મા ગયેલા માછીમાર જીવીત તો ન આવ્યા પરંતૂ તેમના મોત ના સમાચાર પણ એક મહિના બાદ મળ્યા. માછીમારો નો આક્રોશ છે કે સરકાર કોઈ પણ હોય પરંતૂ મોત નો મલાજાે તો જાળવો. ગીર સોમનાથ ના સુત્રાપાડામાં રહેતા માછીમાર જેન્તીભાઈ કરશન સોલંકીનું પાકિસ્તાનની જેલમાં મોતના સમાચાર મળતાં પરિવાર ઉપર આભ તુટી પડ્યું છે. આ માછીમાર નું મોત એક મહિના પહેલા પાકિસ્તાનની જેલમાં થયુ હતું ત્યારે પરીવાર જનો ફીશરીઝ કચેરી એ ધક્કા ખાતા પણ જવાબ ન મળ્યો

ગીર સોમનાથ ના સુત્રાપાડા માં રહેતા માછીમાર જેન્તીભાઈ કરશન સોલંકીનું પાકિસ્તાન ની જેલ માં મોત ના સમાચાર મોત ના એક મહીના બાદ મળતાં પરિવાર ઉપર આભ તુટી પડ્યું. આ માછીમાર નું મોત એક મહિના પહેલા પાકિસ્તાન ની જેલ માં થયુ હતું જ્યારે પરીવાર જનો એ ફીસરીજ કચેરી એ ધક્કા ખાતા પણ જવાબ ન મળ્યો.

ગત વર્ષ ૨૦૨૦ ની ફેબ્રુઆરી માં પોરબંદર ની રસુલ સાગર નામની માછીમારી બોટ માં માછીમારી દરમિયાન ભારતીય જળ સીમા નજીક થી પાકિસ્તાની મરીન સિક્યુરિટી એજન્સી દ્વારા માછીમાર જેન્તીભાઈ કરશન સોલંકી નું અપહરણ કરીને જેલ માં રાખવામાં આવ્યો હતો. ત્યારે આજે આ મૃતક માછીમાર નો મૃતદેહ વાઘા બોર્ડરે ભારતીય ફિશરીઝ અધિકારીઓ ને સોંપવામાં આવશે. વાઘા બોર્ડરે થી અમદાવાદ એરપોર્ટ આ મૃતદેહ ને લાવીને વેરાવળ ના ફિશરીઝ અધિકારીઓ ને સોંપવામાં આવશે. અને બાદ લાશ તેમના પરીવાર ને સૉપવા મા આવશે.

મહામારી પહેલા પાકીસ્તાન જેલ મા થી માછીમારો ના પરીવાર જનો ને પત્ર વ્યહવાર થી તૈમજ કયારેક જરૂરી સમયે ફોન થી પણ પરીવાર જનો વાતચીત અને ખબર અંતર જાણતા હતા.પરંતૂ હવે પત્ર વ્યવહાર અને ફોન પણ બંધ થયા છે.જેથો ૫૦૦ થી વધૂ માછીમારો જે પાકીસ્તાન જેલ મા છૈ તેમના પરીવારૉ પણ ચીંતીત બન્યા છે.

(ન્યુઝ એજન્સી)

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0