આદર્શ શૈક્ષણિક સંકુલ, વિસનગરમાં નવીન બોરવેલનું ખાતમૂહુર્ત કરાયું

February 12, 2024

બોરવેલના 15,11,111/- માતબર રકમના દાતાશ્રી ગં.સ્વ. સમુબેન નારાયણભાઈ ચૌધરી હસ્તે. શ્રી તુષારભાઈ નારાયણભાઈ ચૌધરી તથા શ્રી તરુણભાઈ નારાયણભાઈ ચૌધરી (ગામ-મેવડ)ના યજમાન પદે નવીન બોરવેલનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું.

ગરવી તાકાત, વિસનગર તા. 12 – શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગર સંચાલિત આદર્શ શૈક્ષણિક સંકુલમાં કાર્યરત આદર્શ વિદ્યાલયના અમૃત મહોત્સવ અંતર્ગત નવીન નિર્માણ પામનાર ભવનો માટે તથા આદર્શ શૈક્ષણિક સંકુલની જરૂરિયાત મુજબ નવીન બોરવેલ બનાવવા આજ રોજ તા-12/02/2024 ના રોજ બોરવેલના 15,11,111/- માતબર રકમના દાતાશ્રી ગં.સ્વ. સમુબેન નારાયણભાઈ ચૌધરી હસ્તે. શ્રી તુષારભાઈ નારાયણભાઈ ચૌધરી તથા શ્રી તરુણભાઈ નારાયણભાઈ ચૌધરી (ગામ-મેવડ)ના યજમાન પદે નવીન બોરવેલનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કેળવણી મંડળના પ્રમુખશ્રી કે.કે.ચૌધરી, ઉપપ્રમુખશ્રી નટુભાઈ ચૌધરી, ઉપપ્રમુખશ્રી નાનજીભાઈ ચૌધરી, મંત્રીશ્રી વિઠ્ઠલભાઈ ચૌધરી, બાંધકામ સમિતિના પ્રમુખશ્રી રાજુભાઈ ચૌધરી તથા અન્ય હોદ્દેદારશ્રીઓ, સમાજના શ્રેષ્ઠશ્રીઓ અને આદર્શ શૈક્ષણિક સંકુલના પ્રિન્સિપાલશ્રીઓ તથા સમગ્ર સ્ટાફ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા અને બોરવેલના દાતાશ્રીને શુભેચ્છાસહ અભિનંદન પાઠવ્યા હતા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0