મહેસાણા નાની દાઉના પાટીયા પાસે બે ટ્રકોનો ધડાકાભેર અકસ્માતમાં કચ્ચઘાણ, બે ડ્રાઇવરોનો આબાદ બચાવ

June 22, 2023

મહેસાણા પાલિકાની ફાયર ટીમે ટ્રકના પતરા કાપી બે ડ્રાઇવરોને હેમખેમ બહાર કાઢ્યાં 

એક ટ્રક ડ્રાઇવરનો પગ ગીયરબોક્સ અને એન્જીન વચ્ચે ફસાઇ જતાં પતરા ચીરી કાઢ્યોં 

ગરવી તાકાત, મહેસાણા તા. 22- મહેસાણા ઊંઝા હાઇવે પર નાની દાઉ ગામના પાટીયા નજીક બે ટ્રકોનો સામ સામે ટકરાતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. સામે સામે ટકરાયેલા બે ટ્રકોની હાલત જોતાં ટ્રકના આગળના ભાગોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. ટ્રકોની હાલતમાં જોતાં ડ્રાઇવરનો જીવ બચવો અસંભવ છે. પરંતુ જાકો ‘‘ જાકો રાખે સાંઇયા માર સકે નો કોઇ ‘‘ તે રીતે બંને ટ્રકના ચાલકો ટ્રકના કેબીનમાં ફસાઇ ગયા હતા. એક ટ્રકના ડ્રાઇવરનો પગ ગિયરબોક્સ અને એન્જીન વચ્ચે ફસાઇ ગયો હતો. જ્યારે અકસ્માતનો અવાજ સાંભળીને આસપાસથી મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યાં હતા અને ટ્રક ચાલકોને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો હતો.

પરંતુ ટ્રકનો આગળનો કેબીનનો ભાગ કચ્ચરઘાણ થઇ ગયો હોવાથી ટ્રકના કેબીનના પતરા કાપી ઇજાગ્રસ્તોને બહાર કાઢવા પડે તેવી પરિસ્થિતિની સર્જાઇ હતી જેને જોતાં હાજર લોકોના ટોળાએ તાત્કાલિક આ અકસ્માત બાબતે પાલિકા ફાયરની ટીમને જાણ કરતાં ફાયરની ટીના 10 જેટલો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યોં હતો અને બે કલાકની ભારે મહેનત બાદ હાઇડ્રો કટર સહિતના સાથનો દ્વારા પતરા કાપીને ડ્રાઇવરોને સહી સલામત રેસક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યાં હતા. જ્યારે પગના ભાગે ઇજાગ્રસ્ત ડ્રાઇવરને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

અત્રે નોંધનીય બાબત છે કે,  ગુજરાત સરકાર દ્વારા મહેસાણા પાલિકાના ફાયર વિભાગને રેસ્ક્યુ વહિકલ ફાળવવામાં આવી છે. આ વહિકલ મારફતે અકસ્માત જેવી ઘટનામાં પહોંચી વળવા માટે અત્યાધુનિક સાધનો ગોઠવવામાં આવ્યાં છે. જેના થકી આજે બનેલા અકસ્માતની ઘટનામાં ડ્રાઈવરોને સહી સલામત રીતે ટ્રકમાંથી બહાર કાઢી સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતા. જોકે, હાલમાં અકસ્માતને લઇ ટ્રક ક્યાંથી ક્યાં જઈ રહી હતી તે વિગતો સામે આવી નથી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0