ઊંઝામાં રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી આરોગ્ય વિભાગ દ્વારા જનજાગૃતિ રેલી યોજાઈ

May 17, 2025

મહેસાણા : મહેસાણા જિલ્લા મેલેરિયા શાખા અને તાલુકા આરોગ્ય કચેરી ઊંઝાના નેતૃત્વમાં રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવી. 16 મે 2025ના રોજ ઊંઝા શહેરમાં જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું. અર્બન હેલ્થ સેન્ટરના આરોગ્ય કર્મચારીઓ અને આશા કાર્યકર્તાઓએ રેલીમાં ભાગ લીધો હતો. રેલી દરમિયાન પ્લેકાર્ડ અને બેનરો દ્વારા ડેન્ગ્યુ વિશે જાગૃતિ ફેલાવવામાં આવી હતી.

આ વર્ષની થીમ “પાણીના પાત્રો ને ચકાસો, સાફ કરો અને ઢાંકો” રાખવામાં આવી. આ થીમ દ્વારા નાગરિકોને ડેન્ગ્યુ નિયંત્રણમાં સહભાગી થવા માટે પ્રેરિત કરવામાં આવ્યા. કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. બી.બી. સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. તાલુકા આરોગ્ય અધિકારી, હેલ્થ સુપરવાઈઝર, અર્બન હેલ્થ ઓફિસર અને અર્બન સુપરવાઈઝર સહિત અર્બન હેલ્થ સેન્ટરનો સમગ્ર સ્ટાફ હાજર રહ્યો હતો.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0