નાઇ સમાજ સાથે શોશિયલ મિડીયા માં અભદ્ર ભાષા માં ટીપ્પણી કરાતાં નાઇ સમાજ દ્વારા બનાસકાંઠા કલેક્ટર ને આવેદન પત્ર પાઠવ્યુ.

January 11, 2022

બનાસકાંઠા જીલ્લા માં નાઇ સમાજ વિષે જાતિય અપમાનિત શબ્દો બોલાતા સમગ્ર નાઇ સમાજ દ્વારા પાલનપુર કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી કડક કાર્યવાહી કરવા ઉગ્ર માંગ કરી છે. ત્યારે શોશિયલ મિડીયા માં વિશ્વ જોષી નામના ઇસમે ઇન્સ્ટાગ્રામ માં એકાઉન્ટ બનાવી જે નાઇ સમાજ વિશે જાતિ અપમાનિત શબ્દો બોલનાર આ ઇસમ સામે પોલીસ ફરિયાદ દાંખલ કરી ને તાત્કાલિ આ ભેજાબાજ ઇસમની ધરપકદ કરી કાયદેસર ની કડક કાર્યવાહી કરે તેવી ઉગ્ર માંગ સાથે બનાસકાંઠા કલેક્ટર ને માંગ કરવામાં આવી હતી

હાલ માં ખાસ કરી ને શોશિયલ મિડીયા નો ક્રેઝ ખુબ જ બધ્યો છે. જેના થકી લોકો નો અનેકવાર દુર ઉપીયોગ પણ થઇ રહ્યો છે. ત્યારે આવી જ એક ઘટના બનાસકાંઠા જીલ્લા માં બની છે. જેમાં કોઇ ભેજાબાજ ઇસમે ઇન્સ્ટાગ્રામ ‍જોષી વિશ્વ ૦૧૧ નામનું એકાઉન્ટ બનાવી ને નાઇ સમાજ ના લોકો વિશે જાતિ અપમાનિત શબ્દો નું ઉચ્ચારણ કરી સમગ્ર બનાસકાંઠા ના નાઇ સમાજ ના લોકો ભારે આક્રોશ સાથે રોષે ભરાયા છે. ત્યારે સમગ્ર બનાસકાંઠા જીલ્લા ના નાઇ સમાજના લોકો મોટી સંખ્યા માં એકત્રિત થઇ ને આવેદનપત્ર સાથે રજુઆત કરવા પાલનપુર કલેક્ટર કચેરી ખાતે

પોંહચી આવેદનપત્ર આપી ન્યાય ની માંગ કરી છે. બનાસકાંઠા જીલ્લા માં શોશિયલ મિડીયા માં અનેક વાર નાઇ સમાજ ના લોકો ને અપમાનિત શબ્દો બોલવાની ઘટના બની ચુકી છે. ત્યારે ફરી થી આવી ઘટના બનતા નાઇ સમાજ ના લોકો આક્રોશ

 સાથે રોષે ભરાઇ ને મોટી સંખ્યા માં પાલનપુર કલેક્ટર ને આવેદનપત્ર આપ્યુ છે. જેમાં જે ભેજાબાજ ઇસમે જે નાઇ સમાજ ની લાગણી દુભાવી છે તેની સામે કડક કાર્યવાહી કરવામાં નહી આવે તો ગાંધી ચિધ્યા માર્ગ અપનાવવાની ચિમકી ઉચ્ચારી છે.

તસવિર અને આહેવાલ: દીલીપ ગોહીલ બનાસકાંઠા

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0