આંકલિયારામાં પિતાને નીચે પાડ્યાની શંકામાં 2 પુત્રો દ્વારા ખૂની હુમલો

October 24, 2022

ગરવી તાકાત મહેસાણા : સતલાસણા તાલુકાના આંકલિયારા ગામે તેમના પિતાને નીચે પાડ્યા હોવાની શંકા રાખી બે પુત્રોએ કરેલા જીવલેણ હુમલામાં માતા-પુત્રને ગંભીર ઇજા પહોંચી હતી. જે અંગે પોલીસે હત્યાની કોશિશનો ગુનો નોંધ્યો છે. આંકલિયારા ગામના ચૌહાણ પુષ્પરાજસિંહ અમરસિંહના પિતા અમરસિંહ ભીખુસિંહના પિતા શુક્રવારે ચોકમાં જાતે પડી ગયા હતા. આમ છતાં તેમના પિતાને સુમેરસિંહ વિષ્ણુસિંહ ચૌહાણે નીચે પાડ્યા હોવાનો વહેમ રાખી શનિવારે ચૌહાણ પુષ્પરાજસિંહ અમરસિંહ અને પૃથ્વીરાજસિંહ અમરસિંહ નામના બે ભાઇઓ તેમના ઘરે આવ્યા હતા અને કેમ મારા પિતાને નીચે પાડી દીધા હતા

કહી આજે તો તને પતાવી દેવો છે કહી પુષ્પરાજસિંહે ધારિયાથી અને પૃથ્વીરાજસિંહે લોખંડના સળિયાથી હુમલો કરતાંં સુમેરસિંહને કપાળથી માથાના ભાગે, હાથના અંગુઠા તથા આંગળીઓ વચ્ચે ગંભીર ઇજા તેમજ કાંડાના ભાગે ફ્રેક્ચર થયું હતું. આ સમયે સુમેરસિંહની માતા વચ્ચે છોડાવવા પડતાં તેમને પણ સળિયો માર્યો હતો. આ બનાવ અંગે ઇજાગ્રસ્ત સુમેરસિંહ ચૌહાણે સતલાસણા પોલીસ સ્ટેશનમાં પુષ્પરાજસિંહ અમરસિંહ ચૌહાણ અને પૃથ્વીરાજસિંહ અમરસિંહ ચૌહાણ વિરુદ્ધ હત્યાની કોશિશ અને મારામારીની ફરિયાદ નોંધાવી હતી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0