ગરવી તાકાત પાટણ : પાટણ નગરપાલિકાએ શહેરના જુના વિસ્તારોમાં આવેલા 40 વર્ષથી વધુ જૂના ભયજનક મકાનો સામે કાર્યવાહી શરૂ કરી પાલિકાએ 70 મકાનના માલિકો અને ભાડુઆતોને 7 દિવસની અંદર મકાન રિનોવેશન કરવા કે તોડી પાડવા નોટિસ પાઠવી ઘણા મકાનોમાં માલિક અને ભાડુઆત વચ્ચે વિવાદ બંને પક્ષોને નોટિસ અપાઈ. ચાચરીયાના મોટા પાડા વિસ્તારમાં ભયજનક સ્થિતિમાં મકાન મામલે રસીલાબેન નાનાલાલ ભગવાનદાસને મુખ્ય અધિકારીએ મ્યુનિસિપલ એક્ટની કલમ 182(2) હેઠળ નોટિસ આપી.

પાલિકાએ 9 જૂન 2025ના વોર્ડ ઈન્સ્પેક્ટરના રિપોર્ટના આધારે 17 જૂન 2025ના રોજ 7 દિવસની અંદર મકાન તોડી પાડવું કે દીવાલ રિપેર કરવવા નોટિસ ફટકારી સમયમર્યાદામાં પગલાં નહીં લેવાય તો પાલિકા કાયદેસર કાર્યવાહી કરશે મિલકત અંગે કોઈ કોર્ટ કેસ ચાલી રહ્યો હોય તો કોર્ટના હુકમનું પાલન કરવાનું જવાબદારી માલિકની રહેશે. રોકડિયા ગેટ વિસ્તારમાં શાહના પાડામાં જવાના મુખ્ય માર્ગ પર આવેલ જર્જરિત મકાનને લઈને લોકોમાં ભયનો માહોલ. સ્થાનિક રહીશએ જણાવ્યું કે તેમના મકાનની બાજુમાં જર્જરિત મકાન ગમે ત્યારે મોટી જાનહાની સર્જી શકે હાલમાં મકાન લાકડાના ટેકાથી ઊભું છે.

પાલિકા દ્વારા અનેક નોટિસ આપી મકાનમાલિક અહીંના રહેતા હોય કોઈ કાર્યવાહી થતી નથી મોટી જાનહાની થાય તે પહેલાં પાલિકા મકાન ઉતારી લે તો નુકસાન ટાળી શકાય. પાલિકા ચીફ ઓફિસર અલ્પેશ પટેલે જણાવ્યું કે પહેલા પાલિકા હસ્તગત જર્જરીત મિલકતોમાં કાયમી ભાડુઆત, દુકાનદારોને નોટિસ આપી સીલ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. હવે શહેરના 70 ખાનગી માલિકીના જર્જરીત મકાનો માટે પણ પગલાં લેવાશે. નોટિસની અમલવારી માટે મકાન સીલ કરવાની કાર્યવાહી હાથ ધરાશે. જો કોઈ મકાનનું આરસીસી બાંધકામ જોખમરૂપ જણાશે તો પાલિકા તેને તોડી પડાશે.


