*શ્રી. વિહળ ઇન્ટરનેશનલ વિદ્યાપીઠ દ્વારા આયોજિત વિજ્ઞાન દિવસ…

February 23, 2025

 *શ્રી. વિહળ ઇન્ટરનેશનલ વિદ્યાપીઠ દ્વારા આયોજિત વિજ્ઞાન દિવસ…*

વિદ્યાર્થીમાં રહેલી સુષુપ્ત સર્જનાત્મક શક્તિઓને શાળા દ્વારા પ્લેટફોર્મ મળી રહે તે હેતુથી K.G. થી 12 ( સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ ) ના વિદ્યાર્થી ભાઈ, બહેનોને શિક્ષકોના ઉમદા માર્ગદર્શન સાથે અદ્ભુત પ્રાયોગિક વર્કિંગ મોડલ બનાવ્યાં હતાં.

*વિદ્યાર્થી પ્રતિભાને બિરદાવા માટે પાળિયાદ ઠાકર પ .પૂ. શ્રી.શ્રી.1008 મહામંડલેશ્વર નિર્મળા બા તથા વિસામણબાપુની જગ્યા માંથી મોટી સંખ્યામાં ભાવિક જણ પણ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતાં.*
સમગ્ર શાળામાંથી 853 વિદ્યાર્થી ભાઈ બહેનોએ વિજ્ઞાન દિવસમાં ભાગ લીધો હતો.
વિજ્ઞાનના સિદ્ધાંતોને આધારિત વિદ્યાર્થીએ 426 અલગ અલગ મોડેલો બનાવ્યા હતા. જેમાંથી 137 વર્કિંગ મોડેલ બનાવ્યા હતા.
હાલમાં આપણા રાષ્ટ્રને જેની જરૂર છે. તે પ્રકારની સર્જનાત્મકતા થી મોડલો શાળાના બાળ વૈજ્ઞાનિકોએ બનાવ્યા હતા.
મુખ્યત્વે… માર્ગ પરિવહન અકસ્માત નિવારણ, રેલવે અકસ્માત નિવારણ, ફાયર સેફટી પ્રોજેક્ટ, ભાષા પ્રોજેક્ટ, વાણિજ્ય અને વિનિમય પ્રોજેક્ટ, સ્વદેશી ડ્રોન પ્રોજેક્ટ, નગર વ્યવસ્થાપન પ્રોજેક્ટ, ઈલેક્ટ્રીક સીટી, જળ પ્રદૂષણ, પર્યાવરણ અને રાષ્ટ્રની સુરક્ષા અને સલામતી માટે અલગ અલગ પ્રોજેક્ટ વિદ્યાર્થીઓએ જાતે શિક્ષકોના માર્ગદર્શનની સાથે અલગ અલગ મોડલ બનાવ્યા હતા.
વર્ગખંડ અને પાઠ્યપુસ્તકની બહાર વિદ્યાર્થીમાં પડેલી સર્જનાત્મક શક્તિઓને અભિવ્યક્ત કરવા માટે શાળા મેનેજમેન્ટ દ્વારા એક સુંદર પ્રયોગ કરવામાં આવ્યો હતો. જેને લોકોએ સંખ્યામાં નિહાળ્યો હતો.
કાર્ય અનુભવ દ્વારા પ્રયોગાત્મક શિક્ષણનું શાળાએ શિક્ષણ જગતમાં ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના ટ્રસ્ટી શ્રી અરવિંદભાઈ ચાંદપરા, શ્રી મહાવીરભાઈ ખાચર અને સમગ્ર ટ્રસ્ટી મંડળે એક અનેરી સર્વાંગી હુંફ આપી હતી. સાથોસાથ શાળાના ડાયરેક્ટર શ્રી સંજીવભાઈ પટેલ, પ્રિન્સિપાલ વી. કે. મહેતા શ્રી.નિમિષા મેડમ તથા સમગ્ર શિક્ષક ભાઇ,બહેનોએ અદ્ભુત મહેનત કરીને સમગ્ર કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.
અહેવાલ કનુભાઈ ખાચર

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0