ગોઝારીયા ખાતે તળાવાના બ્યુટીફીકેશનની કામગીરીનું નિરીક્ષણ સાંસદ શારદાબેન પટેલ તથા ધારાસભ્ય મુકેશભાઇ પટેલ

June 4, 2023

ભાજપના જનસંપર્ક કાર્યક્રમ અંતર્ગત ગોઝારીયા ખાતે તળાવાના બ્યુટીફીકેશનની કામગીરીનું નિરીક્ષણ કરાયું

જન સંપર્ક કાર્યક્રમમાં લોકસભા સાંસદ શારદાબેન પટેલ તથા મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઇ પટેલે તળાવની કામગીરીનું નિરીક્ષણ કર્યું  

ગરવી તાકાત, મહેસાણા તા. 04- મોદી સરકારના 9 વર્ષ પુરા થવાના અવસર પર વિશેષ જન સંપર્ક અભિયાન” અંતર્ગત વિકાસ તીર્થં કાર્યક્રમમાં સાંસદ શ્રી શારદાબેન પટેલ અને ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ મહેસાણા વિધાનસભાના વિવિધ વિકાસ કાર્યો ની મુલાકાત માટે તારીખ ૪-૬-૨૦૨૩ને રવિવારે સવારે ૧૦.૦૦ કલાકે ગોઝારીયા મુકામે તળાવના બ્યુટીફીકેશનના કામગીરીનું નિરિક્ષણ કર્યું હતું જેમાં જીલ્લા પંચાયત સદસ્ય મિહિલ.આર.પટેલ તેમજ સર્વે  હોદેદારો કાર્યકરો ઉપસ્થિત રહયા હતા.

આ અભિયાન અંતર્ગત સંસદ શારદાબેન પટેલે ઉમેર્યું હતું કે દેશના માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર વિશ્વમાં દેશનું ગૌરવ વધાર્યું છે.આજે તેમના પ્રયાસોના કારણે જ ભારતને આજે દુનિયા એક અલગ નજરથી જ જોઈ રહી છે. યશસ્વી પ્રધાનમંત્રીશ્રીના કાર્યકાળના 09 વર્ષપુર્ણ થતાં નાગરિકો જનકલ્યાણકારી યોજનાઓ પહોંચાડવાનું ભગીરથ કાર્ય ભાજપે હાથ ધર્યુ છે. છેવાડના માનવી સુધી પહોંચી સરકારની ઉપલ્બધિઓ અને માહિતી પહોંચાડી તેઓને સાર્વત્રિક વિકાસ થાય તે દિશામાં કામ કરવાનું છે. કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા ૯ વર્ષ દરમિયાન અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ,નવી નીતિઓ વગેરેના માધ્યમથી ગરીબ,વંચિતો,દલિતો,શોષિતો વગેરેનો વિકાસ કરીને તેમને મુખ્યધારામાં લાવીને ગરિમાપૂર્ણ જીવન સુધી પહોંચે તે સુનિશ્ચિત કર્યું છે.
આ અભિયાન અંતર્ગત ધારાસભ્ય મુકેશભાઇ પટેલે ઉમેર્યુ હતું કે,  કેન્દ્ર સરકારના આ ૯ વર્ષના ગાળામાં દેશનો સામાજિક-આર્થિક વિકાસ થયો છે.મહિલાઓની વાત હોય કે પછી ખેડૂતોનાં કલ્યાણની કે સંરક્ષણની વાત હોય કે પછી આધારભૂત માળખાના વિકાસની વાત હોય દેશનો સતત તમામ ક્ષેત્રોમાં સતત,સમાવેશી અને સંતુલિત વિકાસ થતો રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ સમયગાળા દરમિયાન લોકસભા,વિધાનસભા અને મંડલ સુધી વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે,.કેન્દ્રમાં વડા પ્રધાન મોદી દ્વારા થયેલા વિવિધ કામોને સમાજના છેવાડા ના માનવી સુધી પહોચાડવા નું આયોજન માટે ભાજપે ખાસ માઇક્રો પ્લાનીંગ કર્યું છે.
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0