ગરવી તાકાત અમદાવાદ: ગુજરાતમાં પાંચ આઇએએસને અગ્રસચિવના પ્રમોશન પછી હવે રાજ્ય સરકારે પોલીસની બદલીઓનો મુદ્દો હાથ પર લીધો છે. લાંબા સમયના ઇન્તજાર પછી વિધાનસભાના સત્ર પહેલાં અથવા સત્ર દરમ્યાન મોટાપાયે પોલીસ અધિકારીઓની બદલીઓ થશે.
ગૃહ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે આ બદલીઓમાં સુરત, રાજકોટ અને અમદાવાદ સહિતના પોલીસ કમિશનરો તેમજ 33 જિલ્લા પૈકી મોટાભાગના જિલ્લા પોલીસ વડા અને રેન્જ આઇજીની સામૂહિક બદલીઓ કરવામાં આવશે. રાજ્યમાં રાજકોટ અને સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ચિંતાજનક છે, એટલું જ નહીં આ બન્ને શહેરોના પોલીસ કમિશનરો વિવાદમાં આવી ચૂક્યાં છે ત્યારે બન્ને શહેરોના પોલીસ તંત્રમાં મોટાપાયે ફેરબદલ આવી રહ્યાં છે.

રાજ્યમાં છેલ્લા બે વર્ષથી પોલીસની બદલીઓ પેન્ડીંગ છે. રાજ્ય સરકાર એકસાથે 60 જેટલા ઓફિસરોને બદલી શકે તેવા અહેવાલ પ્રાપ્ત થયા છે. કોરોના સંક્રમણ હળવું થતાં હવે સરકારને બદલી કરવી ઉચિત લાગી રહી છે. જિલ્લાઓમાં આવેલા અહેવાલોને ધ્યાને લઇને આ બદલીઓ કરાશે. જો કે હાઇકમાન્ડની સૂચના હોવાથી રાજકીય દબાણમાં આવેલી ભલામણોનો છેદ ઉડાવી દેવામાં આવ્યો છે. આવશ્યક હોય તેવા ભાજપના નેતાઓ, સંસદસભ્યો અને ધારાસભ્યોની ભલામણોને ધ્યાને લેવાશે.
સરકારના ગૃહ વિભાગ દ્વારા તાજેતરમાં 10 આઇપીએસ ઓફિસરોને પ્રમોશન આપવામાં આવ્યા હતા. એ ઉપરાંત 58 જેટલા ડીવાયએસપીની બદલી કરવામાં આવી હતી અને હવે સિનિયર આઇપીએસ ઓફિસરોની બદલીઓ તોળાઇ રહી છે
તસવિર અને આહેવાલ : નાયક અક્ષય- મહેસાણા


