રાજ્યમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 5400 થી વધુ જગ્યા પર ભરતી કરાશે 

April 12, 2023

સિનિયર ક્લાર્ક, ક્લાર્ક અને જુનિયર ક્લાર્કની 5400 થી વધુ જગ્યા પર ભરતી કરાશે

ગરવી તાકાત, તા. 12 – સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે એક મહત્વપૂર્ણ ખુશખબર મળી રહ્યા છે. રાજ્યમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સૌથી મોટી ભરતી આવી રહી છે. જી હાં. તમે સાચું સાંભળી રહ્યા છો. ગુજરાતમાં આગામી સમયમાં સિનિયર ક્લાર્ક, ક્લાર્ક અને જુનિયર ક્લાર્કની 5400 થી વધુ જગ્યા પર ભરતી કરાશે.

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ વિભાગો પાસે ખાલી જગ્યાઓની વિગતો મંગાવવામાં આવી છે. ખાલી જગ્યાઓની વિગતો 15 મે મહિના સુધી આપી દેવા તાકિદ કરવામાં આવી છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ઓગસ્ટ કે સપ્ટેમ્બરમાં આ તમામ પદો પર પ્રથમ પરીક્ષા યોજાઈ શકે છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પ્રથમ વખત સમાન લાયકાતની પરીક્ષાઓ એક જ કરવાની વિચારણા ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે, ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 2023-24 માં આટલી સરકારી ભરતીઓ આવશે. GSSSB ભરતી કેલેન્ડર 2023, GSSSB દ્વારા વર્ષ 2023 માટે નવુ ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. ગૌણ સેવા પસંદગી મંડળ ( GSSSB) દ્વારા આગામી એક વર્ષ એટલે કે 2023થી 2024 સુધીની ભરતી અંગેનું કેલેન્ડર જાહેર કર્યું છે. જે મુજબ આ વર્ષમાં અલગ અલગ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0