મોરવાડા ગામમાં 150થી વધુ ગાયો લમ્પી વાઇરસથી અસરગ્રસ્ત,યુવાનોએ ફાળો ઉઘરાવી રસીકરણ કરાવ્યું

શેર કરવા અહીં ક્લિક કરો.
ગરવી તાકાત સુઈગામ :  સુઈગામ તાલુકામાં ગામડે ગામડે લમ્પી વાઇરસ ની અસરને કારણે 200 થી વધુ રેઢા રખડતા અને ઘરાઉ ગાયો, બળદ, તેમજ આખલાઓ ના મોત થયા છે,જ્યારે હજારોની સંખ્યામાં લંપીથી વાઇરસથી પશુઓ અસરગ્રસ્ત છે,ત્યારે સેવાભાવી યુવાનો દ્વારા આયુર્વેદિક લાડુ ખવરાવવા માં આવી રહ્યા છે,
ત્યારે તાલુકાના મોરવાડા ગામના તમામ સમાજના યુવાનોએ ભેગા મળી લમ્પિ વાઇરસ ની અસર વાળા રેઢા રખડતા ગાયો, આખલાઓ ને ગ્રામ પંચાયત નજીક એક વાડામાં પૂરી લોકફાળો કરી, લગભગ 150 જેટલાં પશુઓનું રસીકરણ કરાવ્યું હતું,હજુ પણ રસીકરણ ની કામગીરી ચાલુ છે,તેવું યુવાનોએ જણાવ્યું હતું, ગામના અન્ય તંદુરસ્ત પશુઓને લંપિ વાઇરસ નો ચેપ ના લાગે તે માટે યુવાનોએ અસરગ્રસ્ત પશુઓને એક વાડામાં પૂરી તેમના માટે ઘાસચારાની પણ અલગથી વ્યવસ્થા કરી છે,
ગામના યુવાનો દ્વારા પશુઓને આયુર્વેદિક લાડુ ખવરાવી મૂંગા પશુઓને જીવલેણ બીમારીથી બચાવવા માટે ભગીરથ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે,જેને લઈ ગ્રામજનો દ્વારા તેમના આ સેવાકીય કાર્યની સરાહના કરી હતી.
તસવિર અને અહેવાલ : નવીન ચૌધરી – સુઇગામ
શેર કરવા અહીં ક્લિક કરો.