મહેસાણાના મોટીદાઉ ગામે નવીન સર્વે નં. 302 વાળી ગૌચર જમીન પર ગેરકાયદેસર કબજો 

November 22, 2024

મહેસાણા નજીક મોટી દાઉ ગામે ગુજરાત લેન્ડ ગ્રેબિબ એક્ટના ધજાગરા ઊડતાં હોવાનો અહેસાસ કરતાં ગ્રામજનો 

ગૌચર જમીન પર ભૂમાફિયાઓએ ગેરકાયદેસર કબજો કરી લીધો હોવાનો નાની દાઉના ગ્રામજનોનો દાવો  

ગરવી તાકાત, મહેસાણા તા. 22 – મહેસાણા નજીક આવેલ મોટી દાઉ તા.જિ.મહેસાણાની સીમના જુના સર્વે નંબર 1155/2 પૈકીના બ્લોક નં. 1006/1 પૈકી રના નવીન સર્વે નં. 302વાળી ગૌચર જમીન પર સર્વે નં. 303ના માલિકો તેેમજ તેમના પરિવારના સભ્યો દ્વારા ખોટા લે-આઉટ પ્લાન મંજુર કરાવી લે-આઉટ પ્લાનના આધારે ગૌચરની જમીન પર ગેરકાયદેસર કબજો કરેલ છે અને ગૌચરની જમીન હડપ કરેલ હોવાની પુરા પુરાવા સાથે મોટી દાઉ ગામના ગ્રામજનો દ્વારા મહેસાણા જિલ્લા કલેકટર, મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી તથા મહેસાણા તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. ત્યારે જો આ પ્રકારની સરકારી પડતર ગૌચર પર જો દબાણ કરવામાં આવ્યું હોય તો મહેસાણા જિલ્લા કલેકટરે આ બાબતે પ્રાંત અધિકારી કે જવાબદાર અધિકારીને આ પ્રકારના ગૌચરની સચોટ તપાસ કરીને સાચુ તથ્ય શું છે તે બહાર લાવવાનું હોય છે પરંતુ આ લેખિત અરજી કર્યાના પાંચ માસ બાદ પણ મહેસાણા જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી કે તાલુકા વિકાસ અધિકારી તપાસના નામે મગનું નામ મરી પાડવા તૈયાર નથી જેને લઇને અનેક ગૌચરની જમીન પર દબાણ કરનારા ભૂમાફિયાઓને મોકળું મેદાન મળી જતું હોય છે. 

Ahmedabad : 3.76 lakh sq.m. Land grabbing on land, 74 offenses registered  against | Sandesh

રાજ્યમાં અનેક ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં પડેલી પડતર તેમજ ગૌચરની જમીનો કે પછી કાવા દાવા કરી મૂળ માલિકની જાણ બહાર ભૂમાફિયાઓ દ્વારા આવી મિલકતો પોતાના નામે બારોબાર કરાવી લેવાના અનેક કિસ્સાઓ નોંધાતાં આખરે ગુજરાત સરકાર આવા ભૂમાફિયાઓને સબક મળી રહે તે માટે ગુજરાત સરકાર ગુજરાત લેન્ડ ગ્રેબિંગ (પ્રોહિબિશન) એક્ટ અમલમાં મુકવામાં આવ્યોં છે જેને ગુજરાત હાઈકોર્ટે જમીન હડપ કરવાના કાયદાની બંધારણીય માન્યતાને સમર્થન આપ્યું છે. જો કે આ કાયદાને હજુ રાષ્ટ્રપતિની મંજુરીની મહોર મળી નથી. તાજેતરમાં  ગુજરાત હાઈકોર્ટે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ (પ્રોહિબિશન) એક્ટ, 2020 ની બંધારણીય માન્યતાને સમર્થન આપ્યું હતું અને કાયદાને પડકારતી 100 થી વધુ અરજીઓને ફગાવી દીધી હતી. 

તેમ છતાં પણ કેટલાક ભૂમાફિયાઓ શામ, દામ, દંડ, ભેદની નિતી અખત્યાર કરી ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી ગૌચરની જમીનમાં પોતાની રાજકિય વગ વાપરીને કે પછી અધિકારી કર્મચારીઓની સાંઠગાંઠના કારણે કેટલીક ગૌચરની જમીન પોતાના નામે કરાવી આવી ગૌચરની જમીનોમાં પોતાના નામની નોંધ પડાવી 7-12 અને 8-અ માં પોતાના નામ દાખલ કરાવી આવી ગૌચરની જમીનો પોતાનો નામે કરાવી દીધી હોવાની ફરિયાદો પણ ઉઠી રહી છે. જેમાં મહેસાણા નજીક મોટી દાઉ ગામે આવેલી ગૌચરની જમીન પર કેટલાક શખ્સો દ્વારા પોતાના નામે કરાવી દીધી હોવાની રજૂઆત દાઉ ગામના ગ્રામજનો કરી રહ્યા છે. આ બાબતે દાઉ ગામના ગ્રામજનો દ્વારા મહેસાણા જિલ્લા પંચાયત, મહેસાણા તાલુકા પંચાયત તેમજ મહેસાણા જિલ્લા કલેકટર સુધી પણ રજૂઆત કરી ગૌચરની જમીન હોવાના તમામ પુરાવા રજૂ કરવામાં આવ્યાં છે. 

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0