મોદી નકલી OBC, NEET માં આરક્ષણ ખતમ કર્યુુ, પછાત જાતિની વસ્તી ગણતરી પણ નથી ઈચ્છતા : ઓમ પ્રકાશ રાજભર

July 28, 2021
Om Prakash Rajbhar

પછાત જાતિના લોકોની જાતિવાર વસ્તી ગણતરી કરાવવાની માંગ કરતાં કેન્દ્ર સરકારને લલકારતા સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ઓમપ્રકાશ રાજભરે કહ્યું કે વડાપ્રધાન મોદીજી ચુંટણીમાં બોલતા હતાં કે હું પછાત વર્ગથી આવું છું મોદીજી તમે નકલી પછાતોના પુત્ર છો તમે અસલી પછાત વર્ગના પુત્ર હોત તો પછાતોનું અનામત ખત્મ કરવામાં લાગ્યા ન હોત.પહેલા નીટમાં પછાત વર્ગના 27 ટકા અનામત ખત્મ કરી 11,027 ઓબીસી સ્ટુડેંટ્‌સને ડોકટર બનાવતા રોકયા છે. 

જાતીય વસ્તીગણતરીના મુદ્દા પર ઓબીસી નેતા બેરા મુંગા થઇ જાય છે ભાજપ સરકાર પર નિશાન સાધતા ઓમપ્રકાશ રાજભરે પોતાના ટ્‌વીટ પર લખ્યું કે પ્રોફેસરની નિયુક્તિમાં પછાતોને અનામત આપ્યું નહીં, યોગીજી ઉત્તરપ્રદેશમાં 69,000 શિક્ષક ભરતીમાં કૌભાંડ કર્યું, કેન્દ્ર પ્રદેશમાં ભાજપના ઓબીસી પંચના અધ્યક્ષ ઉપાધ્યક્ષ સભ્ય મંત્રી સાંસદ ધારાસભ્ય ફકત મત અપાવવા માટે બનાવવામાં આવ્યા છે. ઓબીસીની ભાગીદારી પર બોલવા પર મનાઇ ફરમાવવામાં આવી છે.

સુલેહદેવ ભારતીય સમાજ પાર્ટીના સુપ્રીમો ઓમપ્રકાશ રાજભરે વધુમાં કહ્યું કે મોદીજી હકીકતમાં ઓબીસીના દુશ્મન છે મોદી સરકાર ઓબીસીની વસ્તી ગણતરી કેમ કરાવવા માંગતા નથી. ભાજપ અને આરએસએસ પછાત અતિ પછાત વર્ગોને અછુત કેમ માને છે મોદીજી 2022માં હું પછાત હું પછાત માતાનો પુત્ર છું તેવો પ્રચાર કરશે પરંતુ આ વખતે પછાતો તમને નકલી પછાત બનાવી પાછા મોકલી દેશે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0