મોઢવાડીયાએ AAP ને ભાજપની B ટીમ ગણાવી – કોંગ્રેસના 19.20 ટકા મતો ઘટ્યા તો સામે AAPને 21.31 ટકા મત મળ્યા : ગાંધીનગર

October 6, 2021

 ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચુંટણી તથા પેટાચુંટણીઓમાં ભાજપનો દબદબો જોવા મળ્યો છે. જેમાં ગાંધીનગરમાં ચોંકાવનારુ રીઝલ્ટ આવ્યુ છે. ગાંધીનગરમાં ભાજપ 44 માંથી 41 શીટો જીતવામાં સફળ રહી હતી. અને કોંગ્રેસને માત્ર 2 શીટો જ પ્રાપ્ત થઈ હતી. આ મામલે કોંગ્રેસે સરકાર ઉપર આકરા પ્રહારો કરી આમ આદમી પાર્ટીને ભાજપની બી ટીમ ગણાવી છે. કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયાએ ટ્વીટ કરી ભાજપ તથા આપ ઉપર પ્રહાર કરી કહ્યુ છે કે, કોંગ્રેસનો 32 થી વધુ શીટો પર વિજય નિશ્વિત હતો પરંતુ ભાજપે તેમની બી ટીમ એટલે કે AAP અને AIMIM જેવી પાર્ટીઓને મેદાની ઉતારી હોવાથી સત્તા વિરોધી મતોનુ વિભાજન થઈ ગયુ હતુ. 

કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડીયાએ ટ્વીટ કરી ગુજરાતની સ્થાનીક સ્વરાજની ચુંટણીઓમાં ભાજપના વિજય પાછળનુ કારણ જણાવતા કહ્યુ  કે, વોટ પર્સેન્ટેઝને જોવામાં આવે તો, જનમત ભાજપની વિરોધમાં છે. ગાંધીનગરમાં કોંગ્રેસનો 32 થી વધુ શીટો સાથે વિજય નિશ્વિત હતો. પરંતુ ભાજપે AAP, AIMIM જેવી બી ટીમને ચુંટણીમાં ઉભી રાખી સત્તા વિરોધી મતોનુ વિભાજન કરાવ્યુ હતુ. જેથી હવે ગુજરાતની જનતાએ આવા ચુનાવી દેડકાઓની ઓળખાણ કરી એકજુટ રહેવુ પડશે. 

તમને જણાવી દઈયે કે, ગાંધીનગર પાલીકાની છેલ્લી 2 ચુંટણીઓમાં વર્ષ 2011માં કોંગ્રેસને 18 અને ભાજપને 15 શીટો હાંસીલ થઈ હતી. વર્ષ 2016માં કોંગ્રેસને 16 તથા ભાજપને પણ 16 શીટી મળી હતી. પરંતુ આ વખતની ચુંટણીમાં આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતરતા સત્તા વિરોધી 21 ટકા મતો ખેંચી ગઈ હતી. જેનો સીધો લાભ ભારતીય જનતા પાર્ટીને મળ્યો હતો. આ ચુંટણીમાં કોગ્રેસના મતોમાં 19.20 ટકનો ઘટાડો નોંધાયો છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે,  કોંગ્રેસના મતો AAP એ ખેચી લેતાં ભારતીય જનતા પાર્ટ ક્લીન સ્વીપ કરવામાં સફળ રહી હતી. આથી કોંગ્રેસ પ્રવક્તા મનીશ દોશી સહીત અન્ય કોંગ્રેસી નેતાઓ AAP ઉપર ભારતીય જનતા પાર્ટીની બી ટીમ હોવાનો આરોપ લગાવી રહ્યા છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર મહાનગર પાલીકાની ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીને 46.38 ટકા, કોંગ્રેસને 27.73 ટકા તથા આમ આદમી પાર્ટીને 21.31 ટકા મતો હાંસીલ થયા હતા. ગત ચુંટણીની સરખામણીમાં કોંગ્રેસના 19.20 ટકા મતો તુટ્યા હોવાનુ સામે આવ્યુ છે. અહીયા કોંગ્રેસ અને આપના મતોની ટકાવારીનો સરવાળો 49.04 ટકા થાય છે જે ભારતીય જનતા પાર્ટી કરતા વધુ છે. 

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0