મોઢેરા પોલીસે લીમડીપુરા ગામના રહેણાંક મકાનમાંથી પરપ્રાંતિય શરાબના જથ્થા સાથે એક શખ્સને દબોચ્યોં
ગરવી તાકાત, મહેસાણા તા. 25 –મોઢેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પરપ્રાંતિય વિદેશી શરાબનો જથ્થો તેમજ બિયરના ટીન મળી કુલ રૂપિયા 2,51,052નો મુદ્દામાલ પકડી પાડી ગણનાપાત્ર કેસ મોઢેરા પોલીસે ઝડપી પાડ્યોં હતો.

મહેસાણા જિલ્લામાં પ્રોહિબીશન તેમજ અસામાજિક પ્રવૃતિઓ અટકાવવા મહેસાણા જિલ્લા પોલીસવડા તરૂણ દુગ્ગલે આપેલા આદેશ મુજબ ના.પોલીસ અધિક્ષક મિલાપ પટેલ તથા પીઆઇ એસ.જે.શ્રીપાલના માર્ગદર્શન મુજબ મોઢેરા પીએસઆઇ એચ.એલ.જોષીના નેતૃત્વ હેઠળ એએસઆઇ હરેશજી, એહેકો. પ્રશાંતકુમાર, અપોકો કલ્પેશકુમાર, અલ્પેશકુમાર, એપોકો. શંકરભાઇ સહિતની ટીમ ખાનગી વાહનોમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા
તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, ઝાલા ધર્મેન્દ્રસિંહ રતનસંગ રહે. લીમડીપુરા તા. બહુચરાજીવાળો વિદેશી શરાબનો જથ્થો મંગાવી પોતાના રહેણાંક મકાનમાં વિદેશી શરાબનો જથ્થો સંતાડી રાખેલ હોવાની બાતમીના આધારે મોઢેરા પોલીસની ટીમે રેઇડ કરતાં ઝાલા ધર્મેન્દ્રસિંહ હાજર હોઇ ઘરમાં તપાસ કરતાં પોલીસને વિદેશી દારૂની બોટલ તથા બિયરના ટીન મળી કુલ રૂપિયા 2,51,052 રૂપિયાનો જથ્થો ઝડપી પાડ્યોં હતો.


