મોડાસા રૂરલ પોલીસે મેઘરજ-મોડાસા માર્ગ પર વાહન ચેકિંગ દરમિયાન કારમાંથી 2.64 ગ્રામ MD ડ્રગ્સ સાથે બે આરોપીઓની કરી ધરપકડ…

January 8, 2026

ગરવી તાકાત મોડાસા : મોડાસા રૂરલ પોલીસે નશાના દુષણ સામે વધુ એક સફળ કાર્યવાહી કરી મેઘરજ-મોડાસા માર્ગ પર વાહન ચેકિંગ દરમિયાન એક કારમાંથી 2.64 ગ્રામ મેફેડ્રોન (MD) ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું પોલીસે હિંમતનગર અને મોડાસાના બે આરોપીઓની ધરપકડ કરી મોડાસા રૂરલ પીઆઈ કે.ડી. ગોહિલ અને પીએસઆઈ એમ.જે.પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ મેઘરજ-મોડાસા રોડ પર ગેબી સોસાયટી નજીક વાહન ચેકિંગ કરી રહી.

Modasa Rural Police Seize MD Drugs; Two Arrested Himmatnagar Modasa VIDEOS  | મોડાસા રૂરલ પોલીસે 2.64 ગ્રામ MD ડ્રગ્સ ઝડપ્યું: ટીંટોઈ અને હિંમતનગરના બે  આરોપીઓની ધરપકડ કરાઈ ...

તે દરમિયાન મેઘરજ તરફથી આવતી નંબર પ્લેટ વગરની શંકાસ્પદ વર્ના કાર (GJ-01-RH-7448) ને રોકવામાં આવી કારમાં સવાર બે ઇસમો ગભરાયેલા જણાતા પોલીસે તેમની સઘન તપાસ હાથ ધરી તપાસ દરમિયાન, કાર ચાલકની બાજુમાં બેઠેલા ઇસમના જેકેટના ખિસ્સામાંથી 2.64 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું પોલીસે બંને ઇસમોની ઓળખ કરી.

Modasa Rural Police Seize MD Drugs; Two Arrested Himmatnagar Modasa VIDEOS  | મોડાસા રૂરલ પોલીસે 2.64 ગ્રામ MD ડ્રગ્સ ઝડપ્યું: ટીંટોઈ અને હિંમતનગરના બે  આરોપીઓની ધરપકડ કરાઈ ...

જેમાં હિંમતનગર તાલુકાના સરવણા ગામનો મન્સૂરી સોહેલ હુસૈન અજીઝભાઈ અને મોડાસા તાલુકાના ટીંટોઈ ગામનો ફૈઝાન રહીમભાઈ સાબલીયા હોવાનું સામે આવ્યું પોલીસે આરોપીઓ પાસેથી આશરે ₹26,400 ની કિંમતનું 2.64 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ, કાર, મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ ₹5.53 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો મોડાસા રૂરલ પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0