ગરવી તાકાત પાલનપુર : પાલનપુરમાં અષાઢી બીજ નિમિત્તે ૫૧મી રથયાત્રાને લઈને ભગવાન જગન્નાથજીનું મોસાળું યોજાયું. આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ઉપસ્થિત રહી ભગવાનના દર્શન કર્યા.
પાલનપુર માં ૫૧ મી રથયાત્રાને લઈને પ્રથમવાર મોસાળું યોજાયું. પાલનપુર નગરપાલિકાના નગરસેવિકા શિલ્પાબેન અતુલભાઈ ચોકસીનાત્યાં ભગવાનનું મોસાળું ભરાયું હતું. આ પ્રસંગે રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ ઉપસ્થિત રહી ભગવાનના દર્શન કર્યા. બાદમાં સૌ આગેવાનોની હાજરીમાં મોસાળુ ભરાયું. જેમાં અતુલભાઈ ચોક્સી પરિવાર દ્વારા ૧૮૬૦૦૦ રોકડા, ૧૦૦૦૦૦ નાં સોનાના દાગીના અને ચાંદીના વાસણો,૨૫૦૦૦ ભગવાનના શણગાર પેટે કુલ.૩,૧૧૦૦૦ નું મોસાળુ કરવામાં આવ્યું હતું
જ્યારે ભક્તો દ્વારા ૭૪૦૦૦ રોકડ આપવામાં આવ્યા હતા આમ કુલ.૩,૮૫,૦૦૦ નું મોસાળુ ભરવામાં આવ્યું ત્યારબાદ વાજતે-ગાજતે ભગવાનને નીજ મંદિર લઈ જવાયાં હતાં. તેમજ આવતા વર્ષ માટે મહેશભાઈ ઠક્કર દવારા મોસાળુ કરવાની જાહેરાત કરી હતી. જેને સૌ ભક્તજનોએ વધાવી લીધી.


