ગરવી તાકાત ઊંઝા : આજે આપણે સૌ જાણીએ છીએ કે ઊંઝા તાલુકાની અંદર અને ઊંઝા વિધાનસભામાં ભાજપની સરકાર છે. છતાં પણ ઊંઝા તાલુકાની અંદર ગામડાઓની પરિસ્થિતિ ખુબજ ખરાબ અને ગંભીર હાલતમાં જોવા મળે છે.

એમાં પણ ઐઠોર ગામ જે ભગવાન ગણેશનું યાત્રાધામ છે ત્યાંજ પુષ્પાવતી નદીમાં ખનન માફિયા બેફામ બન્યા છે અને કોઈપણ પ્રકારના કાયદા કાનૂનને સાઇડમાં મૂકીને બેફામ રીતે રેતીનું ખનન ચલાવાઈ રહ્યો છે.

આ મામલે ભાજપના ધારાસભ્ય થી લઈને ભાજપના તમામ મોટા ગજાના નેતાઓ એક શબ્દ બોલવા તૈયાર નથી. બધાજ ભાજપના નેતાઓ જે મોટી મોટી વાતો કરતા હોય છે તેઓ આ મામલે એવા મૌન ધારણ કરીને બેઠા છે કે તેમના રહેમ નજર હેઠળ આખું કાર્ય ચાલી રહ્યું હોય એવું લાગી રહ્યું છે.

જેથી આવા ભાજપના મૌન નેતાઓ જો મોટી મોટી વાતો કરવા છતાં અને લોકોની અને ગામની પરિસ્થિતિ જગ જાહેર હોય અને ખનન માફિયા બેફામ હોય તો પણ કાર્યવાહીના થતી હોય તો ખુબજ ભાજપ માટે શરમજનક બાબત છે અને ઊંઝા તાલુકામાં ખુબજ દુખદ બાબત છે.

જેથી ઐઠોર ગામની સાથે ઊંઝા તાલુકાના તમામ લોકોનો એક અવાજ છે કે આવા ઐઠોર ગામમાં ચાલતા ખનન માફિયા પર ભાજપ અને સ્થાનિક તંત્ર મજબૂત કાર્યવાહી કરીને બંધ કરાવે અને પ્રજાના પ્રશ્નોની જેટલી બને એટલી વહેલી તકે તકલીફ દૂર થાય એ જ ઊંઝા ગામ અને ઐઠોર ગામની જનતાનો આવજ છે.


