ગરવી તાકાત, તા. 19- લગભગ 23-28 દિવસ સુધી એક રાશિમાં ગોચર કરનાર બુધ 7 જૂન, 2023ના રોજ વૃષભ રાશિમાં ગોચર કરી ચૂક્યો છે. પરંતુ 19 જૂનની સવારે 7.16 કલાકે વૃષભ રાશિમાં અસ્ત થઇ ગયો છે. આ ઘટના જ્યોતિષશાસ્ત્ર અનુસાર, ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તેની અસર તમામ રાશિઓ પર પડશે. પરંતુ આ 4 રાશિના જાતકો માટે અસ્તનો પ્રકોપ શરૂ થશે.
વૃષભ રાશિ – વૃષભ રાશિમાં બુધ અસ્ત થયો છે એટલે આ સમયગાળા દરમિયાન આ રાશિના જાતોકોના જીવનમાં અનેક મુશ્કેલીઓ આવશે. ખર્ચાઓ વધી શકે છે. પરીવારમાં સમસ્યાઓ અને વિવાદો વધી શકે છે. બુધવારે ભગવાન ગણેશ અને ભગવાન વિષ્ણુની પુજા કરવી અને વધુ સારા પરીણામો મેળવવા માટે વિષ્ણુ સહસ્ત્રનામ અને ગણેશ સહસ્ત્રનામનો પાઠ કરવો જોઇએ.

મિથુન રાશિ – મિથુન રાશિના જાતકોના જન્મ ભાવ, પ્રથમ ભાવ અથવા ચતુર્થ ભાવનો સ્વામી બુધ હોય છે. વૃષભ રાશિમાં બુધનું ગોચર થવાથી મિથુન રાશિના જાતકોને આ સમય દરમિયાન કરિયર ગ્રોથ સંબંધિત સમસ્યાઓ આવશે. આ ઉપરાંત આ દરમિયાન સુસ્તી અને આળસનો અનુભવ થશે. ખોટા ખર્ચા અને વિલાસિતાની વસ્તુઓ પર ખર્ચમાં વૃદ્ધિ જોવા મળશે. નવા ઉદ્યોગો અને ક્ષેત્રોમાં રોકાણ કરવાનો વિચાર આવવાથી મોટું રોકાણ કરશો, જેના કારણે તમને નુક્શાન થઇ શકે છે.
સિંહ રાશિ – સિંહ રાશિના જાતકોના બીજા અને એકાદશ ભાવનો સ્વામી બુધ છે. વિત્ત અને ધનના સંબંધમાં આ બંને ઘર ખૂબ મહત્વપૂર્ણ છે. સિંહ રાશિના જાતકોના દશમ ભાવમાં બુધ અસ્ત થવાથી તેમના જીવનમાં અનેક મુશ્કેલીઓ આવી શકે છે. જાતકોને ભાગ્યનો સાથે નહિં મળે અને તેઓ પોતાના કાર્યક્ષેત્રમાં દબાણ અનુભવશે. બિઝનેસમાં સફળતા મેળવવા માટે તેમને સમજી અને વિચારીને સ્ટ્રેટેજી તૈયાર કરવી પડશે અને યોગ્ય સમયની રાહ જોવી પડશે. તમારે તમારા ખર્ચા સાવધાનીપૂર્વક કરવા જોઇએ. કારણ કે તમારી આર્થિક સ્થિતિ પણ અસરગ્રસ્ત થઇ શકે છે.
કન્યા રાશિ – બુધ અસ્ત થવાથી કન્યા રાશિના જાતકો માટે નકારાત્મક અસરોથી ભરેલો સમય શરૂ થશે. બુધ કન્યા રાશિનો સ્વામી છે અને તે કન્યા રાશિના ભાગ્ય ભાવમાં ગોચર કરીને અસ્ત થશે. આ રાશિના જાતકોને પોતાના ઉદ્દેશો પૂર્ણ કરવામાં અને સફળતા મેળવવામાં ખૂબ મહેનત કરવી પડશે. આર્થિક બાબતોમાં જાતકોએ સાવધાન રહેવું જોઇએ. સમજદારીપૂર્વક ખર્ચ કરવો અને જરૂરી ન હોય તેવી વસ્તુઓ પર ખર્ચ કરવાથી બચવું જોઇએ.


