–મહિલાને પગાર આપી દેવો નહી તો ઘરમાંથી કાઢી મૂકવાનું કહેતાં પતિ સહિત 3 સામે ફરિયા
ગરવી તાકાત મેહસાણા: મહેસાણા પાલાવાસણા ખાતે રહેતી પરિણીતાને પતિ તથા સાસુ-સસરાએ દહેજ પેટે 20 લાખ તથા ગાડીની માગણી કરી ત્રાસ ગુજારતાં આ અંગે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરી હતી.
મૂળ રાજસ્થાન જયપુરના અને હાલ મહેસાણા પાલાવાસણા ખાતે પ્રિતિ લત્તાબેન પ્રજાપતિને લગ્નના દોઢેક માસ બાદ તેના પતિ તથા સાસુ સસરાએ કહેલ કે તારો પગાર અમારા ખાતામાં નાખી દેવો જો નહી ના઼ખે તો તને ઘરની બહાર કાઢી મુકીશુ તેવી ધમકીઓ આપી દહેજ પેટે 20 લાખ તથા ગાડીની મા઼ગણી કરી શારીરીક,માનસિક ત્રાસ ગુજારતાં આ અંગે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરી હતી.
જેમાં પ્રિતિ લત્તા પ્રજાપતિ દ્વારા મહેસાણા મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ સુમિતકુમાર બાબુલાલ પ્રજાપતિ, સસરા બાબુલાલ ભગવાનદાસ પ્રજાપતિ અને સાસુ કલાબેન બાબુલાલ પ્રજાપતિ વિરુધ્ધ આક્ષેપાત્મક ફરીયાદ નોધાવી હતી.