ગરવી તાકાત મહેસાણા : મહેસાણા વિસનગર લીંક રોડ આંબેડકર ઓવરબ્રિજ ની નીચે મહેસાણા તારંગા રેલ્વે ફાટક ના અન્ડરપાસ ના નાકે યોગેશ્વર પાર્ક સોસાયટી ની નજીક કચરા ના ઢગલા ની દુર્ગંધ થી સોસાયટી ના રહીશો તોબા પોકારી ગયા છે ઘણા સમય પહેલા વોર્ડ ઇન્સ્પેકટર ને જાણ કરેલ હતી ત્યારે તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું
નિયમિત સાફ સફાઈ થાય છે પરંતુ અહિયાં દર્શાવેલા ફોટોગ્રાફ માં સમય તારીખ સાથે અલગ અલગ એમ ૨ દિવસ ના ફોટોસ લીધેલા છે જેમાં વાદળી કલર ના પોટકા જેવું એ ની એજ પરિસ્થિતિ માં જોવા મળે છે અર્થાત અહિયાં રોજે રોજ સાફ-સફાઈ થતી નથી વારંવાર યાદ કરાવવા છતાં પણ પરિસ્થિતિ એમને એમ જ જોવા મળી રહી છે.
અહી ના કોર્પોરેટરો ને વોર્ડ ના વિકાસ માં રસ ન હોય તેવું જણાઈ આવે છે .તો આપ શ્રી ને નમ્ર વિનંતી છે આપના માધ્યમ થી તંત્ર ના કાને આ વાત જાય અને સાફ સફાઈ નિયમિત થાય એવી સહકાર ની અપેક્ષા છે.
તસવિર અને અહેવાલ : અંકુર ચૌધરી – મહેસાણા