સિનીયર સિટીઝનને મારમારી બે લાખની લૂંટ કરનાર ત્રણ લૂંટારૂઓને ઝડપી પાડતી મહેસાણા તાલુકા પોલીસની ટીમ

April 29, 2024

રાધનપુર રોડ પરથી રીક્ષા ચાલકે વૃદ્ધને રીક્ષામાં બેસાડી બુટ્ટાપાલડીની સીમમાં લઇ જઇ ત્રણ શખ્સોએ ભેગા મળી લૂંટ ચલાવી હતી 

મહેસાણા તાલુકા પોલીસે 3 લૂંટ ચલાવનાર શખ્સોને દબોચી લઇ બે લાખનો મુદ્દામાલ રીકવર કર્યો 

મહેસાણા તાલુકા પોલીસે સીસીટીવી કુટેજ અને નેત્રમ ટીમની મદદથી ગણતરીના દિવસોમાં લૂંટની ઘટનાનો ભેદ ઉકેલ્યોં 

 ગરવી તાકાત, મહેસાણા તા. 29 – (Sohan Thakor) – મહેસાણાના સિનીયર સિટીઝનને રાધનપુર રોડ ખાતેથી રીક્ષામાં બેસાડી બુટ્ટાપાલડી ગામની સીમમાં લઇ જઇ સિનીયર સિટીઝનને ગડદા પાટુનો મારમારી રોકડ રકમ રૂપિયા 15 હજાર તથા 3 નંગ સોનાની વીંટી કિંમત રૂપિયા 1.25 લાખ તથા એક સોનાની ચેઇન કિંમત રૂપિયા 50 હજાર તથા એમઆઇ કંપનીનો મોબાઇલ ફોન 10 હજાર મળી કુલ રૂપિયા 2 લાખની લૂંટની ઘટનાની ફરિયાદ મહેસાણા તાલુકા પોલીસ મથકે નોંધાઇ હતી જે લૂંટનો ભેદ મહેસાણા તાલુકા પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી લૂંટારૂઓને જેલના સળિયા પાછળ ધકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Accused in police custody within 12 hours in Mehsana love jihad incident |  Sandesh

મહેસાણા જિલ્લામાં ચોરી લૂંટની ઘટનાઓમાં સંડોવાયેલા અસમાજિક તત્વોને ઝડપી પાડી જેલમાં ધકેલી દેવાના મહેસાણા જિલ્લા પોલીસવડા તરૂણ દુગ્ગલે આપેલા આદેશ મુજબ મહેસાણા તાલુકા પોલીસની ટીમના પી.આઇ જે.પી.સોલંકી, પીએસઆઇ એમ.બી.પઢીયાર, એએસઆઇ વિમલભાઇ, એહેકો. હિરેનકુમાર, અપોકો. અમરસિંહ, અપોકો. ચેતનકુમાર, તરૂણકુમાર, ભાવિકકુમાર, નેત્રમ ટીમ, મહેસાણા કમાન્ડ કંટ્રોલ સહિતિની ટીમે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગત તા. 20-04-2024ના રોજ લૂંટની ફરિયાદ નોંધાઇ હતી જેનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલવામાં મહેસાણા તાલુકા પોલીસ સફળ રહી હતી.

ગત તા. 20-04-2024ના રોજ મહેસાણાના સિનીયર સિટીઝન રાત્રિના સાડા દસ વાગ્યાના સુમારે મહેસાણા રાધનપુર રોડ પરથી રીક્ષા કરી રીક્ષામાં બેઠા હતા. આ દરમિયાન રીક્ષા ચાલક આ સિનીયર સિટીઝનને રાત્રિના સુમારે બુટ્ટાપાલડીથી પાલોદર ગામની સીમમાં લઇ જઇ રીક્ષા ઉભી રાખી રીક્ષા ચાલક સહિત ત્રણ ઇસમોએ સિનિયર સિટીઝનને ગડદા પાટુનો મારમારી તેમની પાસે રહેલા રોકડા રૂપિયા 15 હજાર તથા 3 નંગ સોનાની વીંટી કિંમત રૂપિયા 1.25 લાખ તથા એક સોનાની ચેઇન કિંમત રૂપિયા 50 હજાર તથા એમઆઇ કંપનીનો મોબાઇલ ફોન 10 હજાર મળી કુલ રૂપિયા 2 લાખની લૂંટ ચલાવી ત્રણેય લૂંટારૂ ફરાર થઇ ગયા હતા.

જેની ફરિયાદ નોંધાતાં તાલુકા પોલીસે ઘટના સ્થળની વિઝીટ કરી નેત્રમ કમાન્ડ કંટ્રોલના સીસીટીવી કેમેરામાં રાધનપુર ચોકડી તથા ફતેપુરા બાયપાસની સીસીટીવી કુટેજ તપાસી તેમજ પોકેટ કોપ મોબાઇલના આધારે રીક્ષા નંબર જીજે02-વાયવાય-9410 નંબર મેળવી લૂંટમાં વપરાયેલી રીક્ષા કબજે કરી ત્રણેય લૂંટારૂઓ પાસેથી મુદ્દામાલ રીકવર કરી દબોચી લીધા હતા.

બે લાખની લૂંટ ચલાવનાર લૂંટારૂઓના નામ 

(1) ગણપત જયંતિજી ઠાકોર રહે. ભાન્ડુ, માખણીપુરા તા.જી.મહેસાણા 

(2) રોનક સુરેશભાઇ ભંગી રહે. ભાન્ડુ, દિવ્ય ભાસ્કર પ્રેસ ઓફિસની બાજુમાં, તા. વિસનગર

(3) વિજય દિલીપજી ઠાકોર રહે. ઉમરૂ તા. સિધ્ધપુર જી.પાટણ 

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0