મહેસાણા તાલુકા પોલીસે રામપુરા સર્કલથી વિજાપુર જવાના રોડ પરથી ચોરીના 21 મોબાઈલ સાથે એકની ધરપકડ કરી…

November 22, 2025

ગરવી તાકાત મહેસાણા : મહેસાણા જિલ્લામાં મિલકત સંબંધી અને વાહનચોરીના ગુનાઓ અટકાવવા અને આરોપીને શોધી કાઢવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર ડી.જી.બડવાની સૂચના મુજબ મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફે અસરકારક કામગીરી હાથ ધરી આ કામગીરીના ભાગરૂપે, સર્વેલન્સ સ્ટાફના અ.હેડ.કોન્સ. હિરેનકુમાર ભોગીલાલ અને આ.પો.કોન્સ. નિલેશકુમાર શંકરભાઇને સંયુક્ત બાતમી મળી કે, એક શખસ ચોરી કરેલા મોબાઈલો વેચવા માટે રામપુરા સર્કલથી વિજાપુર જવાના રોડ પર ઊભો આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતાં શંકાસ્પદ શખસ મળી આવ્યો.

હડકંપ@મહેસાણા: પીઆઇ સહિત 2 પોલીસ કર્મચારી સસ્પેન્ડ, એક કેસમાં ફરજમાં  બેદરકારી બદલ કાર્યવાહી

પોલીસે તેની પાસેથી મળી આવેલા મોબાઈલ ફોન બાબતે યુક્તિપૂર્વક પૂછપરછ કરતાં શખસ તૂટી પડ્યો અને કબૂલાત કરી કે તેણે છેલ્લા બેથી ત્રણ મહિના દરમિયાન લાખવડ, વિસનગર, કડી, મહેસાણા શહેર, મોઢેરા, નાગલપુર, નંદાસણ અને શિવાલા સર્કલ વિસ્તારમાં રાત્રિના સમયે સુઈ રહેલા લોકોના મોબાઈલ ફોનની ચોરી કરી પોલીસે ચોરી કરેલા કુલ 21 નંગ મોબાઈલ ફોન જેમાં એન્ડ્રોઇડ અને સાદા ફોનનો સમાવેશ થાય છે કબ્જે કર્યા,

જેની કિંમત રૂપિયા 96 હજાર આંકવામાં આવી આરોપીની ધરપકડ કરીને તેની સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ-35(1)(ઇ) મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી કબ્જે કરેલો મુદામાલ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ-106 મુજબ તપાસ અર્થે કબજે કરવામાં આવેલ, ઝડપાયેલો આરોપી આફતાબ હૈદરભાઇ કાદરભાઇ જાતે-બહેલીમ (મુસલમાન), ઉ.વ.-26, રહે, મહેસાણા 196, શાહીલ-2 સોસાયટી, શોભાસણ રોડ, તા.જી. મહેસાણા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0