મહેસાણા કસ્બા ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા ઇદે મિલાદના પર્વ નિમિત્ત ભવ્ય ઝુલુસનું આયોજન કરાયું
મહેસાણા કસ્બા ખાતે એસ.પી. અને ના.પોલીસ અધિક્ષકના આયોજકો સાથે મિટીંગ યોજી
ગરવી તાકાત, મહેસાણા તા. 29 – ઇદ-એ-મિલાદ-ઉન-નબી મુસ્લિમો માટે એક મોટો તહેવાર માનવામાં આવે છે. આ દિવસે મુસ્લિમ બિરાદરો દ્વારા જુલુસ કાઢી ઇબાદત કરવામાં આવે છે. ત્યારે ગતરોજ મહેસાણા ખાતે કસ્બામાં ઇદે મિલાદેની ઉજવણીી કરવામાં આવી હતી. જેમાં ઇદે મિલાદે તહેવારને લઇ કસ્બામાં મોસમોટુ ઝુલુસ નીકળ્યું હતું.
આ ઝુલુસ નીકળતાં ઝુલુસના આગેવાનો સાથે મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગી તથા મહેસાણા નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક દેસાઇ હાજરી આપી હતી તેમજ આયોજકો સાથે મિટીંગ પણ યોજી હતી જેમાં શાંતિપૂર્ણ રીતે કોઇ ઘટના ન બને તેની તકેદારી રાખવા અંતર્ગત પોલીસ બંદોબસ્ત પણ કડક રાખવા બાબતે બેઠકમાં ચર્ચા કરી હતી. જ્યારે મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગી તથા ના. જિલ્લા પોલીસ અધિક્ષક દેસાઇ દ્વારા મુસ્લિમ ભાઇઓની ઇદે મિલાદની શુભકામના પાઠવવામાં આવી હતી.
ઇદે મિલાદેની મુસ્લિમ બિરાદરો દ્વારા કેમ કરવામાં આવે છે ઉજવણી
પેગંબર હજરત મોહમ્મદ સાહેબના જન્મની ખુશીમાં ઉજવાતું ઈસ્લામિક તહેવાર ઇદ-એ-મિલાદ-ઉન-નબી, 1 ડિસેમ્બરથી શરૂ થઈને અને 2 ડિસેમ્બરના રોજ સુધી ઉજવવામાં આવશે. પેગંબર હઝરત મોહમ્મદને છેલ્લો મેસેન્જર અને મહાન પ્રબોધક માનવામાં આવે છે, જેમને અલ્લાહે પોતે દેવદૂત જિબ્રાઈલ દ્વારા કુરાનનો સંદેશ આપ્યો હતો. મુસ્લીમ હંમેશા તેમના માટે સંપૂર્ણ આદર ભાવ ધરાવે છે.