ઊંઝા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોંધાયો હતો જેને એસઓજીએ દબોચી લીધો
ગરવી તાકાત, મહેસાણા તા. 04 (Sohan Thakor) – મહેસાણા એસઓજીની ટીમે ઊંઝા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બળાત્કારના ગુનાનો ફરાર આરોપીને રામોસણા સર્કલ પાસે ઉભો હોવાની મળેલી બાતમીને પગલે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મહેસાણા બી. ડિવિઝન પોલીસને હવાલે કર્યો હતો.
મહેસાણા જિલ્લામાં વિવિધ ગુનાઓ કરી નાસતાં ફરતાં આરોપીઓને ઝડપી પાડવાના મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગીએ આપેલા આદેશ મુજબ મહેસાણા એસઓજી પી.આઇ એ.યુ.રોઝના નેતૃત્વ હેઠળ મહેસાણા એસઓજી પીએસઆઇ વી.એ.સીસોદીયા, હેકો. રાજસિંહ, વિક્રમસિંહ, પોકો. જયેશકુમાર, જયદેવસિંહ સહિતનો સ્ટાફ એસઓજી કચેરીએ કામમાં જોતરાયેલા હતા.
આ દરમિયાન રાજસિંહ અને જયેશકુમારને ખાનગી રાહે બાતમી મળી હતી કે, ઊંઝા પોલીસ સ્ટેશનમાં ઇપીકો કલમ 376 (2) (એન), 354. એ, 504,114 બળાત્કારના ગુનાનો આરોપી ઠાકોર રણજીતજી રુપાજી રહે. ઐઠોર-વાલમીયાપરુ તા. ઊંઝાવાળો મહેસાણા રામોસણા ચોકડી પાસે હાજર છે. જેને પોપટી કલરનો શ્ટ અને કાળુ જીન્સ પેહર્યુ હોવાનું જણાવતાં એસઓજીની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આરોપીને દબોચી લઇ મહેસાણા બી. ડિવિઝન પોલીસને સોંપ્યોં હતો.