ગરવી તાકાત, મહેસાણા તા. 17 – મહેસાણા એલઓજીની ટીમે વિવિધ ગુનાના નાસતાં ફરતાં આરોપીઓની તપાસમાં હતી તે દરમિયાન વિજાપુર પોલીસમાં નોંધાયેલા ગુનાનો ફરાર આરોપી અમદાવાદ ચાંદખેડા ખાતે હાજર હોવાની જાણ થતાં ચાંદખેડા પહોંચી આરોપીને દબોચી લેવામાં સફળ રહી હતી. 
એસઓજી પીઆઇ એ.યુ.રોઝનાના નેતૃત્વ હેઠળ એસઓજી પીએસઆઇ એન.પી.પરમાર, મલયભાઇ, હિતેન્દ્રસિંહ, દિગ્વિજયસિંહ, વિશ્વનાથસિંહ, યુવરાજસિંહ, પ્રદિપસિંહ, શક્તિસિંહ તથા આસારામ સહિતનો સ્ટાફના માણસોને બાતમી મળી હતી કે, પંડ્યા મીલાપ હર્ષદભાઇ રહે. વિજાપુર વહોરાવાસવાળો શખ્સ હાલમાં અમદાવાદ ચાંદખેડા ખાતે હાજર છે જે બાતમીના આધારે એસઓજીની ટીમ ચાંદખેડા પહોંચી આરોપીને ઝડપી પાડી વિજાપુર પોલીસને સોંપવામાં આવ્યો હતો.


