મહેસાણા SOG ટીમે ખેરાલુના નાનીવાડા ગામથી ડ્રગ્સ સાથે એકને દબુચ્યો

શેર કરવા અહીં ક્લિક કરો.

— ખેરાલુ નાનીવાડા વચ્ચે ચેકીંગ દરમિયાન આરોપી ઝડપાયો :

ગરવી તાકાત મહેસાણા : મહેસાણા જિલ્લામાં એસઓજી ટીમે ખેરાલુ પંથકમાંથી ડ્રગ્સ લઇ જતા 1 આરોપીને બાતમી આધારે ઝડપી પાડ્યો. એસઓજી ટીમે ચેકિંગ દરમિયાન સફેદ સ્વીફ્ટ નીકળતા જ ગાડી રોકાવી આરોપીને ડ્રગ્સ સાથે ઝડપી વધુ તપાસ આદરી. મહેસાણા એસઓજી ટીમ આજે સવારથી ડ્રગ્સ કેસના ઓપરેશનમાં લાગી હતી. જેમાં મહેસાણા એસઓજી ટીમને બાતમી મળી હતી કે સ્વીફ્ટ ગાડીના ચાલક ડ્રગ્સ લઇ ખેરાલુ તરફ આવી રહ્યો છે. બાતમી મળતા જ ટીમે રોડ પર ચેકિંગ શરૂ કર્યું હતું.

જેમાં સફેદ સ્વીફ્ટ દેખાતા જ ગાડી રોકાવી તપાસ કરતા સાજીદખાન જાગીરખાન સંધીને ઝડપી તેની પાસે રહેલ 3 ગ્રામ જેટલું MD ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસે આરોપીને ઝડપી વધુ તજવીજ હાથ ધરી છે. મહેસાણા એસઓજી પી.આઇ.એ.યુ.રોજએ જાણવ્યું હતું કે કોન્સ્ટેબલ યુવરાજ સિંહ અને અક્ષય સિંહને આ મામલે બાતમી મળતા તેઓ છેલ્લા એક અઠવાડિયાથી સતલાસણાથી વિસનગર સુધી ખાનગી વાહન માં વોચ પર હતા.

તેમજ આજે સમગ્ર મામલે ગાડી ચાલક વિશે જાણ થતાં હાઇવે પર એસઓજી ટીમ વાહન ચેકિંગ કરી રહી હતી એ દરમિયાન સફેદ ગાડી આવતા જ તેને રોકાવી તપાસ કરતા તેમાંથી ડ્રગ્સ મળી આવ્યું હતું અને કાર્યવાહી કરી હતી.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.