કિશોરીને ભગાડી જનારો આરોપીને મહેસાણા એસઓજીએ દબોચ્યો

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવી તાકાત મેહસાણા: મહેસાણા તાલુકા પોલીસ મથકમાં સગીર વયની કિશોરીના અપહરણ અંગેની ફરિયાદ નોંધાઈ હતી. જેને લઈને પોલીસે કિશોરીનું અપહરણ કરનાર અને ભોગ બનનાર કિશોરીને શોધવા કવાયત શરૂ કરી હતી. જેમાં કિશોરીને ભગાડી જનાર શખ્સ અને કિશોરીને પોલીસે ઝડપી લીધા છે.

મહેસાણા એસઓજીની ટીમે મહેસાણા તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ કિશોરીને ભગાડી જનાર આરોપી રાવળ કુલ ઉર્ફે વિપુલ અને ભોગ બનનારને શોધી કાઢવા તપાસનો દોર શરૂ કર્યો હતો.

એસઓજીને બાતમી મળી હતી કે, આરોપી રાવળ કુલ ઉર્ફ વિપુલ ભોગબનનાર કિશોરી સાથે હિંમતનગરના પીપલોદી ગામના બસ સ્ટોપ પાસે છે. માહિતી મળતાં મહેસાણા એસઓજી ટીમે ત્યાં જઇ હ્યુમન સોર્સ અને ટેક્નિકલ આધારે આરોપી અને ભોગ બનનારને ઝડપી લીધા હતા. વધુ કાર્યવાહી માટે આરોપી અને ભોગ બનનારને મહેસાણા તાલુકા પોલીસ મથકમાં સોંપવામાં આવ્યા છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.