એક નાળી વાળી બે બંદૂકો લઇ ફરતો મહેસાણાનો સિન્ધી ડફેર ઇસમ પકડાયો
ગરવી તાકાત, મહેસાણા તા. 22 – મહેસાણા એસઓજી ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન છઠીયારડા ગામની સીમમાં બાવળની ઝાડીઓમાં બે બંદૂક સાથે ફરતાં શખ્સને દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 
મહેસાણા જિલ્લા પોલીસ વડા અચલ ત્યાગીના માર્ગદર્શન હેઠળ એસઓજી પીઆઇ એ.યુ.રોઝના નેતૃત્વ હેઠળ એસઓજીની ટીમના પીએસઆઇ એન.પી.પરમાર, એએસઆઇ પારખાનજી, ચેતનકુમાર, દિલીપકુમાર, નરેશકુમાર, મહેન્દ્રસિંહ, કેયુરકુમાર, અબ્દુલગફાર, સંજયકુમાર, ધરમસિંહ, પ્રિયંકાબેન, કિંજલબેન, સહિતની ટીમ મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ દિલીપકુમાર, નરેશભાઇ તથા અબ્દુલગફારનાઓને સંયુક્ત બાતમી મળી હતી કે,
છઠીયારડા ગામની સીમમાં આવેલા શ્રી સધી સિકોતર માતાજીના મંદિરની પાસે આવેલ બાવળની ઝાડીઓમાં શેરખાન જરારભાઇ સીન્ધી ડફેર રહે. મહેસાણા રાધનપુર ચોકડી, લશ્કરી કુવા છાપરામાં રહેતો શખ્સ લાયસન્સ કે પરવાના વગરની દેશી હાથ બનાવટની એક નાળી વાળી બે બંદુકવાળી ફરતો હોવાની બાતમીના આધારે મહેસાણા એસઓજીની ટીમે ઘટના સ્થળે પહોંચી બે બંદૂક સાથે ઉપરોક્ત શખ્સને પકડી પાડી તેની વિરુદ્ધ મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં આર્મસ એક્ટ અંતર્ગત ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


