ગરવી તાકાત મહેસાણા : મહેસાણા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે વિસનગર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા તરભ ગામની સીમમાં દરોડો પાડી એક શખ્સને ગાંજાના છોડ સાથે ઝડપી પાડ્યો પોલીસ તપાસમાં અંદાજે 4.63 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો મહેસાણા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગ અને તપાસમાં તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી.

કે, તરભ ગામની સીમમાં આવેલી રાધે એગ્રોટેક કંપનીમાં મજૂરી કરતા દલપતસિંહ સિસોદિયાએ પોતાની રહેણાંક ઓરડીની સામે બિનઅધિકૃત રીતે ગાંજાના છોડનું વાવેતર કર્યું બાતમીના આધારે SOGની ટીમે વિસનગર શહેર PI અને પંચોને સાથે રાખી સ્થળ પર દરોડો પાડ્યો તપાસ દરમિયાન ત્યાંથી વનસ્પતિજન્ય ગાંજાનો એક લીલો છોડ મળી આવ્યો,
![]()
જેનું વજન 9.260 કિલોગ્રામ હોવાનું માલૂમ પડ્યું પોલીસે 4.63 લાખનો ગાજો ઝડપ્યો પોલીસે આરોપી સિસોદિયા દલપતસિંહ રેહમતસિંહ (ઉં.વ. 38, મૂળ રહે. રાજસ્થાન) ની ધરપકડ કરી મુદ્દામાલ કબજે કર્યો આ મામલે વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી.


