મહેસાણા આરટીઓ દ્વારા સ્કૂલન વાહનોમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરી 3.40 લાખનો દંડ વસૂલાયો

December 20, 2022

ગરવી તાકાત, મહેસાણા- આજ રોજ તા. ૨૦/૧૨/૨૦૨૨ ના રોજ સવારે 7 વાગ્યે આરટીઓ મહેસાણા દ્વારા પાંચ અલગ અલગ ટીમ બનાવી મહેસાણા શહેરની પાંચ સ્કૂલોમાં રોડ સેફ્ટી અંતર્ગત સ્કૂલ બસ તથા સ્કુલવાનની આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું.  જેમાં શાળાના બાળકોને શાળાએ લઈ જવા લાવવા માટે વપરાતી સ્કૂલ બસો તથા સ્કૂલવાનમાં રોડ સેફ્ટી નિયમોનું પાલન થાય છે કે નહીં તે અંગે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

 

જેમાં તમામ સ્કૂલમાં સ્કૂલ વાહનોના દસ્તાવેજો તેમજ રોડ સેફ્ટી અંતર્ગત ભૌતિક પરિસ્થિતિ નું નિરીક્ષણ કરવામાં આવ્યું તથા સ્કૂલમાં બાળકો લઈ જવા લાવવા માટે વપરાતા પ્રાઇવેટ વાહનોને પરમિટ વગર વાહન ફેરવવા દંડ ફટકારવામાં આવ્યા તથા વાહનોના જરૂરી દસ્તાવેજો ન હોવા અંગેના પણ દંડ કરવામાં આવ્યા. આ સ્પેશિયલ ડ્રાઇવમાં કુલ 42 કેસ કરી લગભગ ત્રણ લાખ ચાલીસ હજારની દંડનીય કાર્યવાહી કરવામાં આવી. તથા શાળાના સંચાલકો સાથે ચર્ચા કરી બાળકોને સુરક્ષિત પરિવહનની સેવા મળી રહે તે માટે જરૂર રોડ સેફટી અંતર્ગત સૂચનો આપવામાં આવ્યા. ઉલ્લેખનીય છે કે ભવિષ્યમાં પણ આવી રોડ સેફટી અંતર્ગત સ્પેશિયલ ડ્રાઇવ કરવામા આવશે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0