મહેસાણા રાજ્યસભાના સાસંદ મયંકભાઈ નાયકનો માનવતાવાદી અભિગમ

August 28, 2024

ભારે વરસાદને પગલે અનેક ટ્રેનો ડાયવર્ટ કરાતાં રાજ્યસભાના સાંસદે ડબ્બે ડબ્બે ફરી ફૂડ પેકેટના વિતરણ કર્યા                 

ગરવી તાકાત, મહેસાણા તા. 28 – મહેસાણા રાજ્યસભાના સાસંદ મયંકભાઈ નાયકનો માનવતાવાદી અભિગમ જોવા મળ્યો હતો. મયંકભાઇ નાયકે મહેસાણા જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં પડેલા ભારે વરસાદને કારણે અનેક બસો અને ટ્રેનોના રૂટ બંધ કરવામાં આવ્યાં છે. જેને પગલે ટ્રેનો જ્યાંનીી ત્યાં રોકી દેવામાં આવી રહી છે. જેને પગલે ટ્રેનોમાં મુસાફરી કરતાં મુસાફરો અટવાયાં છે.

આ સંજોગોમાં ડાયવર્ટ કરાયેલી ટ્રેનના મુસાફરોને જમાડવા બોગીએ બોગીએ ફરી મયંકભાઈએ ફૂડ પેકેટનું વિતરણ કરી પોતાનો માનવતાવાદી અભિગમ દર્શાવ્યોં હતો. ભારે વરસાદને કારણે ભુજ દાદર ટ્રેનને મહેસાણા ડાયવર્ટ કરાઈ છે. આ ટ્રેન ગઈકાલથી મુંબઈથી નીકળી હોવા છતાં મુસાફરો હજુ મુકામે પહોંચ્યાં નથી

મહેસાણા રેલવે સ્ટેશન ખાતે ટ્રેન આવતી હોવાના મેસેજ મળતા જ મયંકભાઈ જાતે ફૂડ પેકેટ લઈને દોડી આવ્યા હતા. અને તમામ મુસાફરોને ટ્રેનના ડબ્બે ડબ્બે ફરીને ફૂડ વિતરણ કર્યા હતા. સમગ્ર ગુજરાતમાં વરસાદે ભારે તબાહી મચાવી છે જેને પગલે લોકોના ઘરોમાં પાણી ભરાઇ ગયા હતા જેને પગલે અનેક લોકોને સુરક્ષિત જગ્યાઓ પર ખસેડવામાં આવ્યાં છે.

અને અનેક લોકો માટે મયંકભાઇ નાયક જેવા સેવાભાવી માનવીઓ અને સેવાકિય સસ્થાઓ તેમજ એનજીઓ તથા સરકાર દ્વારા મદદ કરવામાં આવી રહી છે. આ સંજોગોમાં મયંકભાઇ નાયક પણ પાછી પાની કરવામાં બાકાત રહ્યા નથી. મયંકભાઈ નાયકે કહ્યું હતું કે  સેવા એજ પરમોધર્મ મારા મહેસાણાથી કોઈ ભૂખ્યું ના જવું જોઈએ.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0