મહેસાણા જિલ્લાના ઊંઝામાં મેફેડ્રોન ડ્રગ્સના ગુનામાં ફરાર 2 આરોપીઓને મહેસાણા પોલીસે રાજસ્થાનથી દબોચ્યા

July 1, 2022

ગરવી તાકાત મહેસાણા : મહેસાણા જિલ્લામાં એક સપ્તાહ અગાઉ ઊંઝાના ગંજ બજાર પાછળની 1  બંધ ફેકટરીના ધાબા પર આવેલી ઓરડીમાંથી ૩૦૬.૫૮ કિલોગ્રામ પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે મહેસાણા પોલીસે રાજસ્થાનના 2 આરોપીઓને રૂ.૩૦.૯૧ લાખની મત્તા સાથે ઝડપી લીધા હતા. આ ગુનામાં મુખ્ય સુત્રધાર ગણાતા 2 વોન્ટેડ આરોપીઓને બાડમેરના રણ વિસ્તારમાંથી પકડી લેવામાં આવ્યા

મહેસાણા એસઓજીને બાતમીદારો પાસેથી હકિકત મળી હતી કે,ઊંઝા ગંજ બજાર પાછળ આવેલ 1 બંધ ફેકટરીના ધાબા પરની ઓરડીમાં રહેતો ગોદારા (જાટ) સતારામ ખેતારામ અને ગોદારા ગમડારામ ખેતારામ પોતાના મળતીયા શખસો સાથે મળીને નશીલા પાવડરનું વેચાણ કરે છે. જેના આધારે પોલીસે રેડ પાડી પાવડર ચમચી વડે નાની કોથળીઓમાં ભરી રહેલા ભોજારામ ભુરારામ ગોદારા રહે,સોડીયા,બાડમેર અને કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરની ધરપકડ કરવામાં આવી હતી.

જયારે આ સ્થળેથી પોલીસે ઓરડીમાંથી શીલબંધ ડબ્બાઓમાંથી રૂ. ૩૦૬.૫૮ કિલોગ્રામ પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો તેમજ રોકડ, પાંચ મોબાઈલ, ઈલેકટ્રીક વજન કાંટો, ડ્રગ્સ ભરવાની કોથળીઓ સહિત કુલ રૂ.૩૦.૯૧ લાખની મત્તા કબજે કરી હતી.

ઊંઝા પોલીસ મથકે આ અંગે ગુનો દાખલ કરીને નશીલા પદાર્થોનો કાળો કારોબાર કરવાના પડયંત્રમાં સુત્રધાર ગણાતા ગોદારા સતારામ ખેતારામ અને ગોદારા ગમડારામ ખેતારામ બન્ને રહે,સોડીયા,બાડમેર નામના  વોન્ટેડ 2 ભાઈઓને  પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. દરમિયાન મહેસાણા એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોર્ડ પોલીસની ટીમ રાજસ્થાનના બાડમેર પહોંચી.

જયાં પીએસઆઈ એસ.ડી.રાતડાને ત્યાંના બાતમીદારો પોસેથી હકિકત મળી કે આ 2 આરોપીઓ હાલમાં બાડમેરના ચોહટન તાલુકાના રણ વિસ્તારમાં છુપાયેલા છે. જેના આધારે પોલીસે રણ વિસ્તારમાં વોચ ગોઠવીને ફરાર આરોપી સતારામ ગોદારા અને ગમડારામ ગોદારાને ઝડપી લઈ મહેસાણા લાવવામાં આવ્યા. પોલીસે 2 આરોપીઓને કોર્ટમાં રજુ કરીને રીમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0